લે,કરી તારા પ્રેમની ઘોષણા દુનિયા સામે,
તું કહેતો હતો ને કે જો નહીં માને એ લોકો તો?
તો મેં પણ એમને મનાવવાના મારા કોલ પાળ્યા,
અને એમ પણ આ તો ફક્ત રીવાજ છે કે દુનિયાને રાજી કરવાનો,
બાકી જ્યાં પ્રેમી ખુશ હોય ને ત્યાં ન પડે જરૂર ક્યારેય સમાજની પરવાનગીની,
કારણ કે અત્યાર સુધી સાક્ષી છે ઈતિહાસ આપણો કે દુનિયાને સારાં નરસાના વાંધા જ આવ્યા છે કાયમ,
તો પણ કરીને તારા પ્રેમની ઘોષણા અને વ્યક્ત કર્યો છે એમણે રાજીપો,
હવે તો તું તારો જવાબ જણાવ પ્રિયતમા!
#ઘોષણા