જિંદગીનો છે મારગ ઘણોય લાંબો,
અને એમાં થતી રહે પાછી સુખ-દુખની ઘોષણા,
જિંદગીનો છે પંથ વિશાળ આકાશ સમ,
એમાં આવે પ્રેમની ભરતી અને નફરતની ઓટ,
જિંદગીની કેડી વસંત ઋતુ છે સમી, જેને રાહ જોવી પડે પાનખર સુધીની,
એમ જ પ્રસરાતી રહે છે ખુશ્બુ ફૂલોની જેમ,
જિંદગીની સફર છે વાયરા સમી,
જેમાં લહેરાય સુખ નામે ઠંડો પવન અને લાગે દુઃખ નામે લૂ,
જ્યાં સુધી જીવન ત્યાં જ લગી છે આ જિંદગીનું અસ્તિત્વ!
#ઘોષણા