શિર્ષક- ઉડાન
હા, હું સ્ત્રી છું.એવી સ્ત્રી કે જેને તમે વરસોથી અબળા માનતા આવ્યા છો.એ તમારી માન્યતા છે, બાકી હું તો છું શક્તિ નો સ્ત્રોત.શક્તિ નો અખૂટ ભંડાર ભરેલો છે સ્ત્રી માં.એટલે જ સ્ત્રીઓને જાતજાતના બંધનોમાં બાંધી છે અને ફરજોની બેડી પહેરાવી છે.છતાં મારે તો ઉડવું છે આભમાં.તમે મને ફરજોની બેડી પહેરાવી,ઉડવા માટેનું મારું આકાશ છીનવી લીધું.પણ હું હિંમત નહીં હારું.મનોબળ મક્કમ કરીશ.મારા નિર્ણયમાં અડગ રહીશ.આભમાં ઉડવાના, આભને આંબવાના અથાગ પ્રયત્નો કરીશ.ફરજોની સાથે ઉડીશ અને સફળતા મેળવીને જ રહીશ.
વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
તારીખ-૧૫-૩-૨૦૨૦.