🙏 गु रु दे व द त्त 🙏
દરેકના જીવનમાં ગુરુની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની હોય છે માટે આપણા જીવનમાં ગુરુ હોવા ખૂબ જ જરૂરી છે. ઘણા લોકો વિચારતા હોય છે કે જીવનમાં ગુરુ હોવા જ જોઇએ..? આના જવાબમાં હું એટલું જ કહીશ કે શરીરમાં કોઇ બીમારી આવે તો ડોક્ટર નિદાન કરીને દવા આપીને દૂર કરી શકે છે પણ મનના રોગ માટે કોઇ ગુરુ જ દવા આપી શકે છે. ગુરુ જ ઔષધિ આપીને ભવરોગને મિટાવી શકે છે.
જીવનમાં ગુરુને ઇષ્ટ કરતાં પણ વધારે માનો અથવા તો ગુરુને જ ઇષ્ટ માનો. રામચરિતમાનસમાં તુલસીજી કહે છે કે જનક મહારાજની સભામાં અનેક રાજાઓ આવ્યા હતા. એક પણ ધનુષ્યભંગ ન કરી શક્યા. અરે, રાવણ પણ થાકી ગયો. એનાથી પણ ધનુષભંગ ન થયો. કેવલ ભગવાન રામથી ધનુષ તૂટયું હતું એનું એક જ કારણ હતું કે રામે ગુરુને યાદ કર્યા હતા તથા રામની સાથે ગુરુ હાજર હતા, જ્યારે એકપણ રાજાએ ગુરુને યાદ કર્યા નહોતા અને સાથે પણ ન હતા. રામે ઇષ્ટને યાદ કરવાને બદલે ગુરુને યાદ કર્યા માટે ગુરુએ કાર્યને ઇષ્ટ બનાવ્યું તો આપણી અંદર અનેક પ્રકારના રોગ છે જે કેવળ ગુરુ જ દૂર કરી શકે છે. એ રોગને દૂર કરવા માટે આપણા જીવનમાં કોઇ બુદ્ધ પુરુષ હોવા જરૂરી છે. આપણા શાસ્ત્રમાં નવધા ભક્તિ છે એમાં પણ ગુરુનો મહિમા ગાયો છે.
पू. श्री. मोरारीबापू
💐👏 गुरुदेव दत्त