પર્સમાં રાખો આ કોઈ એક ચીજ, નહિં રહે પૈસાની ઓછપ
પૈસો એ આજના સમયમાં જીવન જીવન નિર્વાહ માટેનું સૌથી મહત્વપૂર્ણ સાધન છે. જ્યારે ખિસ્સુ પૈસાથી ભરેલું હોય ત્યારે વ્યક્તિ સુખચેનની જિંદગી વિતાવી શકે છે જ્યારે પૈસા પાસે ન હોય ત્યારે વ્યક્તિ અનેક મુસીબતો વેંઠતો જોવા મળે છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પર્સને લઈને કેટલાંક નિયમો દર્શાવાયા છે. જે અપનાવીને વ્યક્તિ જીવનમાં આર્થિક ક્ષેત્રે સુખી બની શકે છે. જો તમે પણ આ વાસ્તુના નિયમો અપનાવશો તો તમારું ખિસ્સુ ક્યારેય ખાલી નહિં રહે. આજે અમે તમને એ વિશે જણાવીશું કે તમારા વોલેટ કે પોકેટમાં કઈ જઈ રાખવી જોઈએ, જેનાથી થતો રહે ધનલાભ….
વાસ્તુશાસ્ત્રના નિયમ પ્રમાણે પર્સમાં પૈસા સિવાય કોઈ અન્ય કાગળો ન રાખવા. પર્સને ક્યારેય સૂતી વખતે માથા પાસે કે ઓશીકાં નીચે ન રાખવું. પર્સ એક એવી વસ્તુ છે કે જેમાં દેવા લક્ષ્મીનો ફોટો અવશ્ય રાખવો જોઈએ. જો એમ કરવામાં આવે તો માતાની કૃપા અવશ્ય બની રહે છે.
વાસ્તુ અનુસાર જો કમળકાકડીને પોકેટ કે વોલેટમાં રાખવામાં આવે તો ધન લાભ મળે છે. વ્યક્તિને પૈસાથી જોડાયેલી તકલીફો વેંઠવી પડતી નથી.
પર્સમાં એક કાગળની પડીકીમાં આખા ચોખા રાખવામાં આવે તો પણ ફાયદો થાય છે. આમ કરવાથી ખોટાં ખર્ચ થતાં અટકે છે. જેને પરિણામે પૈસાની બચત થાય છે.
પર્સમાં લક્ષ્મી કોડી પણ રાખી શકાય છે. જો લક્ષ્મી કોડી પર્સમાં કે ખિસ્સામાં હોય તો પૈસાની ક્યારેય કિલ્લત રહેતી નથી. પૈસામાં બરકત રહે છે.
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે શ્રીયંત્ર પણ પર્સમાં રાખી શકાય છે. આમ કરવાથી પણ સુખ અને સમૃદ્ધિ આવે છે.
પર્સમાં કહેવાય છે કે ગુરુવારે ગુરુને ચઢાવેલો પીળો દોરો પણ પર્સમાં રાખવામાં આવે તો પૈસાની ઓછપ રહેતી નથી.
તો કેટલાંક લોકો વોલેટ કે પર્સને હનુમાનજીના ચરણોમાં સમર્પિત કરીને પછી હનુમાનચાલીસાનો પાઠ કરીને તે વોલેટમાંથી પૈસા ખર્ચ કરે છે. આમ કરવાથી હમેંશા પૈસાની બરકત રહે છે.