ઘણી વખત મારા કત્લ ની કોશિશ થઈ ચૂકી છે.. !!
પ્રથમ મારી આત્મા નું ખૂન થયું, જેથી હું તેમના જેવો બની શકું ..
દ્વીતીય મારી ઇચ્છાઓનું કે જેથી હું તેઓએ નિર્ધારિત કરેલા માર્ગ પર ચાલી શકું ..
પછી મારી પોતાની માનસિકતાનું ખુન થવા લાગ્યું જેથી હું તેઓ ની જેમ આ સમાજમાં સ્થાન બનાવી શકું અને, હું અંધ અને દંભી બની શકું, જ્યાં લોકો મારી પૂજા નહીં કરે, પણ મારી પ્રગતિ મારી પ્રસિદ્ધિ દ્વારા પ્રશંસા થશે…
ચોથી વાર, મારી લાગણીઓનું લોહી વહેતું થયું ... જેથી હું પણ સ્વાર્થી થઈ શકું અને આ દુનિયામાં હું કોઈના ખભા પર અને કોઈના માથા પર પગ મૂકીને પરચમ લહેરાવી શકું.
અને આ બધું ખૂબ પ્રેમથી કરવામાં આવી રહ્યું હતું... કેટલીકવાર હું મારા ના ચાહવા છતાં પોતાના ખુન માં તે બધાને ટેકો આપતો હતો,
પરંતુ હું આજે પણ જીવંત છું ...
કારણ કે મેં ક્યારેય તેમાંથી કોઈને અનુસર્યું નથી, ક્યારેય કોઈનું અનુકરણ કર્યુ નથી… હું કાંઈ બનવા માંગતો પણ નથી… હું તેમના પાખંડ ને જાણું છું…
આજે હું મારા શુદ્ધ આત્મા, ઇચ્છાઓ, માનસિકતા અને ભાવનાઓ સાથે જીવંત છું અને હું ખૂબ જ મજબૂત અને દ્રઢ પણ છું ... કોઈપણ વ્યક્તિ મને ડગમગાવી કે ભ્રમિત કરે તે સરળ નથી ...
તમને લાગે છે કે હું ઘૃણાસ્પદ છું ??
શું તમને મારી આંખો ડરામણી લાગે છે ??
જો હા, તો પછી તમે જેની કતલ કરવામાં આવી છે તેમાં ના એક છો ... તમારા કાતિલ સફળ પણ છે અને તમે પણ કોઈની હત્યા જ કરી રહ્યા છો, અને તમે ક્યારેય કોઈના ચહેરાની સુંદરતા નહીં જોઈ શકો, નહીં વાંચી શકો કોઈનું મન.. કોઈ ની આંખો દ્વારા તેમના સપનાને ક્યારેય ઓળખી શકશો નહીં, તેમના સાચા ખોટા, તેમની લાગણીઓ ... તેમના અંતર આત્મામાં ક્યારેય ઊતરી નહીં શકો... નહીં પામી શકો કોઈ નો પ્રેમ..
મારી આંખો આજે પણ ઊજળી છે, જેવી કે એક નવજાત શિશુની હોય, એકદમ શ્વેત, દૂધિયું સફેદ, ધૂળમુક્ત,
તેમાં કોઈ સ્વપ્ન નથી .. કોઈ દ્વેષ નથી… આમાં કોઈ આશા નથી, નિરાશા નથી, કોઈ ઉપેક્ષા નથી, નથી કામ કે નથી વાસના...
જો તેમાં તમારા માટે કંઈક છે, તો તે માત્ર અને માત્ર ‘પ્રેમ’
હા! હું જીવિત છું ....
-રાજન મુકંદરાય
॥शांतम् शिवम् सुंदरम्॥