મલ્હાર ૫
આગળ
બીજા દિવસની સવાર થોડી સુસ્તી સાથે પડી.બન્ને જણા મોડા સૂતા હતા,તેથી કે વિચારોનો ભાર નડ્યો.કાંઈજ ખબર ન પડી.જલ્દી તૈયાર થઈ,નાસ્તો પરવારી તેઓ બન્ને એરપોર્ટ તરફ જવા નીકળ્યા.ત્યારે જ
એક ગાડી આવીને તેનો ડ્રાઇવર એક નાનું પાર્સલ તેમને આપી ગયો.કેસરની ડબ્બી હતી.મલ્હારને નવાઈ લાગી કે તે કોણે મોકલી?તેને કેસર ખૂબ જ પસંદ હતું.મોકલનાર વર્ષામાસી જ હતા.ડબ્બીપર તેના પિતાનું નામ અને સરનામું હતું.હવે આશ્ચર્ય પામવાનો વારો મલ્હારનો હતો.સાથે એક તેના નામનું પરબીડિયું હતું.
જેની પર લખેલું હતું,”આ પત્ર ઘરે જઈને વાંચીશ તો મને ખુશી થશે.”
આખરે શ્રીનગરથી મુંબઈ તે બન્ને ઘણાં આશ્ચર્યો સાથે પાછા ફરી રહ્યા હતા.તે રાત્રે પહોંચી ગયાનો ફોન કર્યો તો પપ્પાએ દુખદ સમાચાર આપ્યાકે માળીકાકાનું દેહાંત થયું છે ને સંજના તેને ખૂબ યાદ કરી રહી છે.આ જાણ્યા પછી તે રહી જ ન સકી.રાત્રે તેને અલંકાર ઘરે મૂકી ગયો.સંજના તેને વળગી ખૂબ રડી.બન્ને એક સાથે જ સૂઈ ગયા.રાતોરાત સંજના મોટી થઈ ગઈને,મલ્હાર તો જાણે સંજનાની સર્વસ્વ.બીજે દિવસે સવારે પર્સમાંથી કાઢી કેસરની ડબ્બી પપ્પાને આપી તેણીએ ફક્ત પપ્પાને એક પ્રશ્ન કર્યો,”કોણ છે આ વર્ષાદેવી? આજ સુઘી તે મારા માટે કેમ અજાણ હતા? તમારા આલ્બમમાં તેમનો ફોટો હતો,તમે તે રાત્રે કેમ મને ન કહ્યું?શું મારા જીવનનું એ રહસ્ય રહસ્ય જ રહેશે?? પપ્પાના ચહેરા પર દુખની છાંય ઉભરાય આવી..! તેણીને અચાનક જ પરબીડિયું યાદ આવ્યું ,તે એની રૂમમાં જઈ પરબીડિયું ખોલ્યું ને ત્યાં જ બેસી ને વાંચવા લાગી.
સુંદર મરોડદાર અક્ષરથી લખાયેલા એ પત્રને વાંચવા જયા જાય છે ત્યાંજ ફોનની રીંગ વાગી ને ઉભી થઈ. અલંકારનો ફોન હતો તે મમ્મીને પપ્પા ત્યાં આવે છે.
તેમને તેના પિતા એ બોલાવ્યા છે.તે ઉભી થઈ પપ્પાના રૂમમાં આવી,પપ્પાના હાથમાં પેલું આલ્બમ હતું..તે કાંઈ સમજે તે પહેલા જ પપ્પા બોલી ઉઠ્યા,”બેટા મમ્મીને મળી આવી?કેવી લાગી તારી મમ્મી?
(ક્રમશ:)
જયશ્રી પટેલ