આમ ને આમ દિવસો ગયા ને રોજ સાંજ પણ પડતી ગઈ , શોખ મરતા ગયા એક એક કરીને જવાબદારી વધતી ગઈ , સપનાઓ રુંધાયા અને મુલાયમ હાથની રેખાઓ બળતી ગઈ , પૈસા ને પરિસ્થીતી ના ખેલ માં સાલી જીંદગી ઢળતી ગઈ . સારા કે સાચા હોવાની સજાઓ હર ઘડી ઘડી મળતી ગઈ , આ ન કરતા પેલું ન કરતાં તેવી બરાબર સુચના મળતી ગઈ , રહેવું હતું નાનું અમારે પણ ઉમર હતી કે વધતી ગઈ , આમ ને આમ દિવસો ગયા ને જીંદગી ની સાંજ પણ પડતી ગઈ .
#Life