Gujarati Quote in Thought by અમી વ્યાસ

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મિત્રો, happy women's day..

પેલી વાત તો એ કે સ્ત્રી શક્તિ ની ઉજવણી માટે કોઈ એક દિવસ હોઈ જ ના સકે,બધા જ દિવસ સ્ત્રી ઓ ના જ છે...સ્ત્રી વિના જીવન શક્ય નથી...ભગવાને પણ નવા જીવ ને અવતરવા માટે સ્ત્રી ને પસંદ કરી છે એટલે એની કક્ષા માટે કઈ પણ લખીએ ...

- માસિક ધર્મમાં ડર મહિને ૩-૪ દિવસ ને અનુભવ હોય છે, એ એક નારી જ સહી સકે,પેટનો દુખાવો,ચીડિયાપણું ,રક્તસ્ત્રાવ, કમર દુખે,કપડાં નું ધ્યાન રાખવું પડે,જોબ કરતા હો તો રાજા ના લઇ સકો ડર મહિને એટલે કામ પણ કરવાનું,મગજ શાંત રાખવાનું,આરામ ના મળે,દરેક જગ્યા પર અસુવિધા લાગે..... આ બધા છતાં સ્ત્રી ની આ શારીરિક પ્રક્રિયા ને આરામ અને સન્માન આપવાને બદલે સમાજ એને અલગ રીતે જુએ છે...
- નોકરી કરતી સ્ત્રી હોય તો એને ઘર અને બહાર બધા મુદ્દા સાચવવાના,ઘર માં પણ ટાઈમ સાચવો પડે અને ઓફિસ માં પણ,ઘરે રસોઈ કરો,સાફસફાઈ કરો,બાળકો હોય તો એને સાચવો,ઓફિસ જઈને ઘર ની ગમે તે પરિસ્થિતિ હોય,ફટાફટ એ લોકો ની જરૂર પ્રમાણે કામ કરો,ત્યાં પણ કુટુંબ ની જવાબદારીઓ ઓ ના લીધે ઘણી વખત સ્ત્રી ઓ સારી વિકાસ ની તકો જતી કરે છે....
- અને બાળક નો જન્મ, એ એક જીવ માં થી બીજા જીવ ને જન્મ આપવો, એ પીડા....એ તકલીફો....એ ડર...એ થાક....૯ મહિના સુધી સતત એક જીવ ને સાથે રાખીને જ દરેક કામ કરવું,શરીર માં થતાં અલગ અલગ ફેરફારો અનુભવવા, ગમે તે ખાવાનું માં થાય,ભાવતું હોય એ જરાય ભાવે નઈ,અલગ અલગ લાગે બધું,લાગણીઓ માં પણ બહુ જ ઉતર ચડાવ આવે,ઊબકા ઊલટી અને ઘણી વાર તો બીજા ઘણા બધા કમ્પ્લિકેશન પછી જ્યારે સ્ત્રી એક માં બને છે ને....ત્યારે એનો બીજો જન્મ થાય છે,અને એટલી સ્ટ્રોંગ હોવા છતાં પોતાના બાળક ને જોઇને એ વધુ મજબુત બને છે......
- અહી તો શરૂઆત થાય છે હજી પત્યું નથી,બાળક ને ઉછેરવું,રાતે જાગવું,સુવડવું,સાફ કરવું,એ બીમાર ના પડે એટલે પોતે ખાવા પીવા માં ધ્યાન રાખવું,૧-૨ વર્ષ નું થાય નહિ ત્યાં સુધી તો માં બરાબર સુવા પણ પામતી નથી,ના શાંતિ થી ખાઈ સકે છે.


- સ્ત્રી જ પોતાના પતિ ને ભગવાન પાસે થી પણ પાછો લાવી સકે..- સાવિત્રી
- સ્ત્રી જ પોતાના નાના એવા બાળકને સાથે રાખીને રણ સંગ્રામ માં લડી સકે...- ઝાંસી ની રાણી લક્ષ્મી બાઈ
- સ્ત્રી જ પોતાના પતિ ને સ્વા અને દેશ ના વિકાસ માટે પ્રેરિત કરી સકે છે,અને સાથ પણ આપે છે...- કસ્તુરબા ગાંધી
- શાંતિ અને પ્રેમ ની સંદેશ ફેલાવી સકે છે...- મધર ટેરેસા
- સતીઓ સ્ત્રી જ બની સકે છે.
- પુરાણો માં જ્યારે દેવતાઓ થી રાક્ષસો ના માર્યા ત્યારે માં દુર્ગા એ એમને માર્યા છે,માં ચંડિકા એ એમનો સંહાર કર્યો છે...

અને એ હંમેશા પુરુષો થી વધુ સહનશીલ,ધૈર્યવાન,ક્રિએટિવ, પોઝિટિવ અને ઘણી બધી બાબતમાં બળુકી છે.એને પુરુષ સમોવડી બનવાની જરૂર જ નથી,એ હંમેશા એમના થી ઉપર જ રેશે....

બીજું કંઈ કરવાની જરૂર નથી,તમારી માં,બહેન,દીકરી,પત્ની વગેરે પણ સ્ત્રીઓ જ છે,બસ એમને માન આપો,પ્રેમ આપો,સ્વીકારો,એમના જીવન નિર્ણયો જાતે લેવાં દો અને એમાં ટેકો આપો,અને દુનિયા ની દરેક સ્ત્રી ને જ્યારે પણ જુઓ ત્યારે આ વાતો યાદ રાખીને જુઓ,આપો આપ ઉજવણી થશે મિત્રો.....આપો આપ ઉજવણી થશે.

" કોમલ હે કમજોર નહિ તું.....શક્તિ કા નામ હે નારી હે......જગ કો જીવન દેને વાલી.....મોત ભી ત્તુજ સે હારી હે...... "

Gujarati Thought by અમી વ્યાસ : 111357104
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now