જ્યાં સ્વજન છેતરી જાય છે ,જિંદગી રણ બની જાય છે,
જ્યાં પ્રણય ઓસરી જાય છે ,જિંદગી રણ બની જાય છે.
પ્રેમની બાબતે આ હતો શબ્દ ભારે મને વાગે છે,
પ્રેમ જ્યાં ખોતરી જાય છે,જિંદગી રણ બની જાય છે.
ક્યાં ખબર મુજને કે ચાહ મારી કબર ખોદસે આ રીતે,
ઘા ભીતર ઉતરી જાય છે ,જિંદગી રણ બની જાય છે.
જાતને સોંપવાની સજા જિંદગી આપે છે,ભાવના
લાગણીઓ મરી જાય છે ,જિંદગી રણ બની જાય છે.
રાખમાંથી જે ઊભા થવાનું હતું જોર , તે ગૂમ છે,
નિજને તે વીસરી જાય છે ,જિંદગી રણ બની જાય છે.
વાયદાનો તો વેપાર મુજને પ્રણયમાં મળ્યો ,વાયદે
જાત મારી ડરી જાય છે ,જિંદગી રણ બની જાય છે.
ભાવમાં જોયો બદલાવ, ત્યાંથી મારે પરત આવું છે,
કોઈ જયારે ફરી જાય છે ,જિંદગી રણ બની જાય છે.
જિજ્ઞેશકુમાર ડી. ત્રિવેદી 'પ્રકાશ'
અમદાવાદ