મન માં કંઇક કેટલાંય પ્રકારની શંકાઓએ જન્મ
લીધો હોય છે,તેમ છતાં માણસ એવું બતાવવા
માટે ની તત્પરતા દાખવવા નો ડોળ કરતો હોય છે
કે તું ચિંતા ના કરીશ હું તારી સાથે જ છું,અને જ્યારે પાછું વળીને જોઇએ ત્યારે માત્ર આપણી
સાથે કરેલી છેતરપિંડી, વિશ્વાસ ઘાત ના પડછાયા જ હોય છે, એટલે માણસ નું મન શંકા- કુશંકા ના ચક્રવ્યૂહ માં હમેશા ધેરાયેલુ રહે છે,
એટલે પોતાના જાતને સંભાળી નથી શકતો અને બીજા પર નિર્ભર રહીને જીવતો હોય છે, માણસે
ગમે તેટલાં ચડાવ- ઉતાર જોયાં હોય તો પણ પોતાનો આત્મવિશ્વાસ ના ગુમાવવો જોઇએ,
માણસે કંઇક કેટલાંય પ્રકારની ભૂલો કરી અને એ
ભૂલો પર થી શીખવા છતાં પણ લાગણી અને અહમ્ નાં લીધે માણસ એણે રચેલા એજ ચક્રવ્યૂહ માં ફસાઈ જાય છે, માણસ જાત ક્યારેય ઈમાનદાર નથી હોતી, કેમકે એને પોતાની જાત ને પોતાના માણસો સાથે હંમેશા દઞો જ રમતી રાખી છે,અને પછી બીજા આગળ પોતાના દુઃખ રોવા બેસી જાય છે,
-- Shakuntla
https://www.matrubharti.com/bites/111352328
-- Shakuntla Banker
https://www.matrubharti.com/bites/111354385