પ્રિયંકાની પુકાર
નારીને દેવીને દરજ્જો આપતો આ દેશ, અને આ જ દેશમાં ગલીએ ગલીએ નારીને હવસનો શિકાર બનાવતા હેવાનો, નરાધમો અને ભેડિયા ફરી રહ્યા છે. વાતો અનેક થાય છે, દેશની નારીને રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સુધી બિરાજમાન કરી છતાં આપને નારીને બિન્દાસ કરવા લાયક એક સભ્ય સમાજ નથી બનાવી શક્યા એ વાતને સ્વીકારવી રહી.
નિર્ભયા ગેંગ રેપના સાત વર્ષ થયાં, પૂરો દેશ રસ્તા પર આવી ગયો હતો છતાં કોઈ જ પરિણામ ન આવ્યું, સાત વર્ષ પછી પણ એ જ ઘટનાઓ વધતી જાય છે. 24 કલાકમાં 106 રેપ આ દેશની ધરતી પર થાય છે. આ ભેડિયા સમાજ માંથી જ આવે છે. જે સમાજમાં આપણે રહીએ છીએ. સમાજ જ આવા નરાધમોનો ઉછેર કરે છે, એને મોટો કરે છે, એટલે જ તો 100 રેપના ગુન્હેગાર માંથી માત્ર 25 ને જ સજા થાય છે.
એક બે માસની બાળકીને પીખતા હેવાનો એટલા માટે જ હિંમત કરે છે કારણ કે ભારતના કાયદા લુલા છે, સમાજમાં રહેલા એમના આકાઓ એમને ઓઠ આપે છે, ક્યારેય આવા ગુન્હેગારને એમના પરિવારે ધિક્કાર્યો નથી, નથી એમને જાહેરમાં તમાચો માર્યો, તમાચાની વાત જવા દ્યો, આવા ને ને કસૂર સાબિત પરવા માટે વકીલ પણ પરિવારના સભ્યો જ રાખે છે. અને આપણે વાત કરીએ છીએ સભ્ય સમાજનું નિર્માણ થઈ રહ્યું છે. ધિક્કાર છે આવા સમાજ ને ક્યાં આવા હેવાનો પેદા થાય છે અને સરેઆમ તાંડવ કરી રહ્યા છે પોતાની હવસનો.
તારીખ 27 નવેમ્બર અને બુધવાર, હૈદરાબાદનો એક સાદનગર ઇલાકો, પ્રિયંકા નામની એક 27 વર્ષ વેટનરી ડોક્ટર પોતાના ઘરથી પોતાના ક્લિનિક પર જવા પોતાના ટૂ વિલ બાઇકમાં રવાના થાય છે, જે તેના ઘરથી 30 કિમીના અંતરે સમસાબાદમાં આવેલું હોઈ છે. પોતાના રોજના સમયે એ રસ્તામાં ટોડુંપલ્લી ટોલપ્લાઝા પાસે પોતાનું બાઇક પાર્ક કરી કેબ કરી પોતાના ક્લિનિક પર જાય છે.
(ક્રમશ:)
✍️મનોજ સંતોકી માનસ✍️