હરિયાણા સરકાર 1 એપ્રિલથી નવી પહેલ શરૂ કરવા જઈ રહી છે. આ માટે તેમણે એક એપ્લિકેશન શરૂ કરી છે. જેને ‘હરપથ’ નામ આપવામાં આવ્યું છે. આ એપ્લિકેશન દ્વારા રસ્તાના ખાડા અંગે માહિતી આપનારાઓને 100 રૂપિયા પ્રોત્સાહન મળશે. સરકાર દ્વારા ખાડાઓના સમારકામ સંબંધિત કોન્ટ્રાક્ટરને 96 કલાકનો સમય આપવામાં આવશે. જો કોન્ટ્રાકટર 96 કલાકની અંદર રસ્તો ઠીક નહીં કરે તો તેના પર દરરોજ 1000 રૂપિયા દંડ થશે. દંડ તરીકે વસૂલવામાં આવેલી રકમમાંથી સરકાર ફરિયાદીને વળતર રૂપે 100 રૂપિયા આપશે.