જમીનમાં દટાઈ રહેવુ એ સમાધી છે,એ તો તમારૂ માનવું છે. જેણે પોતાની સૂરતા સાધી લીધી એનું નામ જ સમાધી.ખાતા-પીતા,ઊઠતા-બેસતા,હર પલ-હરેક સમયે જેનું ધ્યાન પોતાના નીજ સ્વરૂપમાં લાગેલું રહે એનુ નામ જ સમાધી, આ બાબતે વધારે ઊંડા ઊતરીયે તો જેમ અગરબતી પ્રગટ એક જગ્યાયેથી થાય પણ એની સુવાસ આજુ-બાજુ ચારે-કોર ફેલાય, એવી જ રીતે પોતાનો દેહ છોડ્યા પછી પણ મહાપુરૂષની ચેતના પોતાના શરીર પુરતી મયાઁદિત ન રહેતા , શરીરનો લય થવા છતાં એકજ જગ્યાયેથી આજુ-બાજુ,ચારે-કોર, ફેલાતી રહે એનું નામ જ સમાધી.આપણને હજુ સમાધીના 'સ' ની ય ખબર નથી.અને સમાધીનું ખંડન કરવા નીકળી પડયા છીએ.
- જય ગુરૂરામ.