Gujarati Quote in Motivational by Rajkotiya Dhaval

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજે છત્રપતિ શિવાજી મહારાજ ની જન્મ જયંતિ છે. આપ બધાને શિવાજી જયંતિ ની ખૂબ ખૂબ શુભ કામનાઓ.

ભારતીય સંસ્કૃતિ ને ઉજાગર કરતો એક પ્રસંગ.

વાત છે છત્રપતિ શિવાજી મહારાજ ના જીવન ની.

શિવાજી મહારાજે સ્વરાજ્ય ની સ્થાપના માટે મુગલો સામે કમર કસી નાખી છે. એક પછી એક કિલ્લો જીતીને તેના પર સ્વરાજ્ય નો ઝંડો ફરકાવી આગળ વધી રહ્યા છે. મુગલો તેમને કોઈ રીતે રોકી નહીં શક્યા. આથી મુગલો હવે કપટ ઉપર ઉતરી આવ્યા છે. અને બને છે એક દિવસ એવું કે શિવાજી ના પિતા ને મુગલો બંદી બનાવે છે. અને બદલા માં તેઓ શિવાજી સામે શરત મૂકે છે , કે તમારે તમારા પિતાજી સહી સલામત જોઈતા હોય તો જીતેલા તમામ કિલ્લાઓ પાછા આપી દેવા અને ત્રણ વર્ષ સુધી કોઈ યુદ્ધ કરવું નહીં. શિવાજી શરત મંજુર કરે છે , જીતેલા તમામ કિલ્લા પાછા આપે છે, અને ત્રણ વર્ષ સુધી યુદ્ધ કરવાની ના પાડે છે. અને પોતાના પિતાને મુગલો ની કેદ માં થી મુક્ત કરાવે છે.
હવે શિવાજી પાસે કોઈ કિલ્લો રહ્યો નથી. એ વિચારે છે હવે ત્રણ વર્ષ સુધી મારે કરવું શું. ત્યારે તેમના પિતા કહે છે બેટા આ ત્રણ વર્ષ ને તું નકામા ન સમજીશ, પણ તારા માટે તું આશીર્વાદ સમજ . અને આ ત્રણ વર્ષ તું તારી પ્રજા ને વ્યક્તિગત મળ અને તેઓની સમસ્યા ને સમજ. શિવાજી મહારાજ પિતાજી ના કહ્યા પ્રમાણે જ કરે છે. અને ત્યાર બાદ ત્રણ વર્ષ પૂર્ણ થયા બાદ શિવાજી બમણા જુસ્સા થી યુદ્ધ કરે છે. અને આ યુદ્ધ માં શિવાજી પાસે કોઈ સૈન્ય ન હોવા છતાં , તેમની પ્રજા તેમના માટે લડે છે. અને આ સૈન્ય માં પુરુષો તો ઠીક પણ સ્ત્રીઓ પણ ભાગ લે છે. અને થોડાક જ સમય માં તમામ કિલ્લાઓ પાછા જીતી લે છે. અને દેશ માં સ્વરાજ્ય ની સ્થાપના કરે છે.

આપણને આ પ્રસંગ માં થી એ વાત શીખવા મળે છે , કે જીવનમાં બનતી કોઈ પણ ઘટના ને મારે હકારાત્મક દ્રષ્ટિકોણ થી જોવી જોઈએ. શિવાજી મહારાજ કે જેઓએ સ્વરાજ્ય ની સ્થાપના માટે પોતાના જીવનનું બલિદાન આપી દીધું.

આ પ્રસંગ માં એક વાત એ પણ ઉજાગર થાય છે કે રાજા પાસે થી ભલે રાજ્ય છીનવાઈ જાય પણ તેની પ્રજા ક્યારેય છીનવાતી નથી.
આજના રાજનેતા ઓ ના મગજ માં આ વાત ઉતરી જાય તો તેઓએ ચૂંટણી જીતવાની જરૂર જ નથી. અને આમ થાય તો સુરાષ્ટ્ર ની જે કલ્પના કરીએ છે તે દૂર નથી.

ભારત જયતું..👏👏👏👏

Gujarati Motivational by Rajkotiya Dhaval : 111344419
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now