આખરે કેમ રાવણે કહ્યું કે શત્રુ હોય તો રામ જેવા
હિંદુ ધર્મમાં રામાયણ એક એવો ગ્રંથ છે કે જેને જ્યારે પણ સાંભળીએ કે વાંચીએ ત્યારે મજા જ આવે છે. રામાયણમાં એવા અનેક કિસ્સાઓ છે કે જેનાથી આપણને બહું જ શીખવાનું મળે છે. આજ અમે તમને એમાંથી જ એક રામ અને રાવણથી જોડાયેલા એક એવા જ પ્રસંગ વિશે વાત કરીશું. જે બહુંજ રસપ્રદ છે. જેમાં રાવણે રામને લઈને કહ્યું કે જો દુશ્મન હોય તો રામ જેવા… ચાલો જાણીએ કેમ રાવણે કહ્યું આવું.
રામાયણમાં એક પ્રસંગ વિશે શ્રીરામે જાબુવંતને રાવણ પાસે એક ખાસ નિમંત્રણ લઈને મોકલ્યો. જાબુવંત જ્યારે રાવણના દરબારમાં પહોંચ્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. કહવાય છે કે રાવણે જાબુવંતના સ્વાગતમાં તેને પોતાના સિંહાસન પર બેસાડી દીધા. એવુંકહેવાય છે કે જાબુવંતે રાવણમે કહ્યું કે હું રામના કહેવાથી તમને આચાર્ય પદ ધારણ કરવા નિમંત્રણ આપવા માટે આવ્યો છું. જાબુવંતના મુખમાંથી આ શબ્દો સાંભળીને રાવણને બહું જ આશ્ચર્ય થયું. રાવણ સિવાય સભા ઉપસ્થિત અન્ય લોકો પણ સ્તબ્ધ થઈ ગયાં. ત્યારે રાવણે જાબુવંતને કહ્યું કે જો હું રામનું નિમંત્રણ ઠુકરાવી દઈશ તો શું થશે. ત્યારે જાબુવંતે કહ્યું કે એ તમારી મરજી છે. તે જે ઈચ્છો તે…
આખરે બહું વિચાર કર્યા પછી રાવણે રામના આચાર્ય બનવાના નિમંત્રણનો સ્વીકાર કરી લીધો. રાવણે આ નિર્ણથી સભામાં હાજર તમામ લોકોને આશ્ચર્ય થયું . આ વિશે રાવણે કહ્યું કે અત્યારસુધી બધાંઓ મને એક રાક્ષસના સ્વરૂપમાં જ ઓળખ્યો છે. પણ હવે મને આચાર્ય પદે પણ યાદ કરવામાં આવશે. તે સમયે રાવણના મુખમાંથી શબ્દો સરી પડ્યાં કે શત્રુ હોય તો રામ જેવો. કહેવાય છે કે જ્યારે જાબુવંત રાવણે આચાર્ય પદ પર કામ કરવાનો સ્વીકાર કર્યો જે ખબર લઈને રામની પાસે પહોંચ્યા, ત્યારે રામની ખુશીઓનો પાર રહ્યો નહોતો.
દક્ષિણ કિનારે રામેશ્વર પાસે રામે શિવલિંગની સ્થાપના કરી અને સીતાને પાછી મેળવવા માટે ભોળાનાથના આશીર્વાદ મેળવ્યા, ત્યારે રાવણ જ એ પૂજા કરાવનારા મુખ્ય આચાર્ય હતા.