Gujarati Quote in Blog by Ajit Kokni

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હું કોકણી અજિત આજે મારી એક ટૂંકી પણ બહુ મજાની વાર્તા આપ સૌની સમક્ષ રજૂ કરવા જયરહ્યો છુ.

એક સુંદર મજાનું રળિયામનું ગામ હતું , ત્યાં એક સુખી પરિવાર રહેતું. એક દંપતી પરિવાર. એમના જીવનમાં બધુજ સુખ હતું સિવાય એક સંતાન સુખ. ખેડૂતની પત્ની જેમનું નામ હતું શકુંતલા દરરોજ ખેતરે પતિ માટે જમવાનું લઈ જતી. એક દિવસ સંધ્યા ટાણે ખેતરેથી પરત ફરતી વખતે આકર્ષણ જન્માવે એવું દ્રશ્ય જુવે છે. ત્યાં જઈને તળાવ જુવે છે અને ખુબજ નવાઈ પામે છે,કારણ કે ત્યાં પહેલા વાસ્તવમાં તળાવ હતું જ નહીં , આંખમાં ખુશીના આંસુ આવી જાય છે. મજાનો એવો મદમસ્ત વેલો કે જે જાણે એમને કાય કહી રહયો હોય એમ આભાસ થતાં સમીપે જાય છે. મદમસ્ત વેલો કે જે હકીકતમાં કરેલાનો વેલો હતો અને એના પર ડઝન જેટલા કરેલા હવામાં ઝૂમતા હતા. મન કાબુમાં ના રહેતા ચાર પાંચ કારેલાં તોડી લે છે. અચાનક આંજી નાખે એવો પ્રકાશ દેખાય છે, જે જળદેવીના આગમનનો હોય છે. જોકે જલદેવીને તો ખબર જ હોય છતાય પૂછે છે કે,'તમે શા કારણે કરેલા અહીથી તોડ્યા? શકુંતલા કશુજ બોલતી નથી અને એકીટસે જોયા રાખે છે. થોડી વાર પછી જળદેવી કહે છે કે,"મારી વહાલી દીકરી મને તમારી સમસ્યાની જાણ છે અને એ પૂરી પણ થાસે, પણ તમારે મને એક વચન આપવું પડશે, તમારા ઘરે જે પહેલું સંતાન અવતરસે એ પુત્રી હશે અને જ્યારે એ પાંચ વર્ષની થસે ત્યારે તમારે મને એ આપવી પડશે. મનમાં થોડો સંઘર્સ અનુભવે છે, તેમ છતાં મનથી વચન આપી ત્યાથી નીકળી જાય છે.

શકુંતલા ઘરે જઈને બધી જ વાત એમના પતિને કહે છે. ગર્ભાવસ્થાનો સમય પૂરો થતાં દેવીના કહ્યાં પ્રમાણે પુત્રીનો જન્મ થાય છે. જેમ જેમ

પુત્રી મોટી થતી જાય છે તેમ તેમ માતા મનમાંને મનમાં દુખી થયા કરે છે. હવે વચનપૂર્તિનો સમય આવી જાય છે. એક દિવસે પિતા પુત્રીને સાંજના

સમયે ખેતરોમાં ખીલેલા કુદરતી ફૂલો જોવા અને સમય પસાર કરવા લઈ જાય છે. રસ્તે ચાલતા ચાલતા ફરીએકવાર એજ ચમત્કારિક તળાવ પિતા પુત્રીના

આંખની સામે પ્રગટ થાય છે જેમાં ખુબજ સુંદર અને સુગંધિત કમળના ફૂલો હોય છે. પુત્રી આ ફૂલો ની પિતા પાસે માંગણી કરે છે પણ પિતા ને વચનની

જાણ હોય પુત્રીને જાતે ફૂલો તોડવાની સલાહ આપે છે. પુત્રી પાણીમાં ઉતરે છે અને ઘૂંટણ સુધી પાણી આવતા ગીત ગાય છે ," ઘૂંટણ જેટલે પાણી રે બાપા

કમળનું ફૂલ તો દૂર દૂર જાય , પિતા કહે છે , જા દીકરી તારી માએ ખાધી કરેલની શાક હું શું કરું રે દીકરી ? થોડુક આગળ જાતા પાણી ગળા સુધી આવી જાય છે

અને ફરી વાર ગીત ગાય છે ," ગળા જેટલે પાણી રે બાપા કમળનું ફૂલ તો દૂર દૂર જાય , પિતા " જા દીકરી તારી માએ ખાધી કરેલાની શાક હું શું કરું રે દીકરી?

બે ત્રણ પગલાં આગળ જતાં પુત્રી જળમાં અદ્રશ્ય થય જાય છે. એક વર્ષ પછી દંપતીના ઘરે જોડિયા બાળકો નો જન્મ થાય છે.

આમ માતાએ માતાને આપેલું વચન પૂરું થાય છે.

બોધ : માંનું વચન કદીયે ખાલી જતું નથી , માં દુનિયામાં સર્વોપરી છે.

Gujarati Blog by Ajit Kokni : 111343926
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now