વિધાતાના વિધાન: કુંભ રાશિમાં સૂર્ય ભ્રમણનાં 30 દિવસો રાજકીય આર્થિક કુદરતી રીતે કેવા રહેશે?
13મી ફેબ્રુઆરીથી સૂર્ય મહારાજ કુંભમાં 14 માર્ચ સુધી ભ્રમણ કરશે, આ સમય દેશકાળ માટે કેવો રહેશે? કુંભ રાશિનો સ્વામી શનિ છે અને સૂર્ય શનિનો પિતા છે અને તેથી આ સમય દેશના રાજકીય ઇતિહાસમાં મહત્વનો બને. આ સમયમાં દેશના રાજકારણીઓ, રાજકીય નેતાઓ અને સત્તાધીશો માટે ઘણો પરિવર્તનકારી જણાશે.
કેટલાક નેતાઓ અને સત્તાધીશો માટે આ સમય મુશ્કેલીભર્યો પ્રતિકૂળ બને જેમાં તેમનાં વિરૂદ્ધ ખાતાકીય તપાસ તથા કાનૂની મુશ્કેલીઓ ઉભી થાય. ભ્રષ્ટ નેતાઓ અને ખોટા કાર્યો કરનાર રાજકિય વ્યક્તિઓ સામે સંકટ સર્જાશે.
શનિ અશાંતકારક જણાય, નકારાત્મક પરિબળો અને ચિંતા સર્જક બને. દેશમાં ખોટા સૈદ્ધાતિંક વિવાદો વધે. સમજ્યા વિનાના નિવેદનો થતા રહે. સરકાર નીતિઓ, કાનૂનો સામે અકારણ વિરોધ ખાતર વિરોધ કરવાના પ્રસંગો વધતા દેખાશે. શનિ કુંભમાં સ્વગૃહી છે અને તેથી આ સમયમાં ઔદ્યોરિક કાર્યો વધે. ઉત્પાદન વધે. શનિના કારણે કામદારોમાં અસંતોષ વધે જેના કારણે કામદારો, મજૂરો આક્રોશ દેખાડશે.
માલિકો અને કામદારો વચ્ચે ઘણાં વિવાદ જણાશે. ભારતની મુલાકાતે આવતા ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ઘણાં મહત્વનાં વેપાર, ઉદ્યોગ અને અન્ય વિકાસના કામો, આયાત-નિકાસના કરારો થશે જે દેશ હિત માટે સાનુકૂળ થશે. દેશની કાયાપલટ કરવા માટે અનેક યોજનાઓ માટે અમેરિકનનો સહયોગ મેળવાય તેમ લાગે છે.
દેશના વિદેશ વેપારમાં વૃદ્ધિ થાય અને સામે આયાતોમાં માર્ગ મોકળો થશે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આપવા કરતા લેવાનું વલણ વધારે જોવા મળશે. એટલે કે ભારત પાસેથી ઘણું લઈ જશે સામે બહુ અલ્પ આપતા જશે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતના આર્થિક વિકાસ માટે ઘણી અગત્યની નીતિઓ જાહેર કરશે.
આ ગામી બજેટમાં તેઓ વિકાસ તથા આર્થિક સદ્ધરતા માટે મહત્વના કાયદા કરશે. રાજકીય રીતે વિપક્ષો પણ સરકાર સામે પોતાના વિરોધ પણ વધારશે. વિરોધ પક્ષો વધુ આક્રમક બનશે. રાજકીય નીતિઓ સામે આર્થિક કાર્યક્રમો વિકાસના કામો વધશે. ભારતનું ભાવિ ઘણું ઉજ્જવળ જણાય છે.