ધીરજના ફળ મીઠાં, એવું બાળપણથી સાંભળતો આવ્યો, પણ હવે એ ફળનો સ્વાદ માણી રહ્યો છું, 3 વર્ષ એક જ વ્યક્તિને, પ્રેમનો સ્વીકાર કર્યા વિના પણ ચાહતા રહેવું ઘણું મુશ્કેલી ભર્યું હતું, છતાં હું કરી શક્યો, અને હવે આ નિઃસ્વાર્થ ભાવે ચાહવાનું પરિણામ મને મળી રહ્યું છે. હું મારી જાતને સૌથી વધુ ભાગ્યશાળી સમજુ છું કે એ હવે મારા જીવનમાં છે, એની અંદર પણ મારા માટે પ્રેમ તો હતો જ પરંતુ અભિવ્યક્ત નહોતો થતો, હવે તો એ અભિવ્યક્ત થાય છે, એના શબ્દોમાં, એની આંખોમાં, એની વાતોમાં. એના હાથમાં હાથ લઈને જ્યારે બેસું છું ત્યારે જાણે મારા બધા જ દુઃખ, મારી બધી જ તકલીફો ભૂલી જાઉં છું, એ હાથ છોડાવી જ્યારે દૂર જવાનું થાય છે ત્યારે એવું લાગે જાણે મારા હાથમાંથી દુનિયા છૂટી રહી હોય, મારી દુનિયા તો એજ છે. એના સિવાય ના મેં ઈશ્વર પાસે કઈ માંગ્યું છે, ના માંગીશ, પણ છેલ્લા મિલન બાદ એક આશા બંધાય છે કે ફરીવાર મળીશું...!!! એવું પણ થાય કે બધું જ છોડીને બસ એની પાસે જ રહી જાઉં, પરંતુ એ પણ ક્યાં શક્ય થઈ શકે છે ? હા, હું ઘણો મોડો પડ્યો છું, કદાચ થોડા વર્ષો વહેલા એના જીવનમાં આવ્યો હોત તો આજે એની સાથે હોતો, પરંતુ ઈશ્વરે પણ કંઈક વિચારીને જ અમને મેળવ્યા હશે, અને હવે આ જગ્યા મારે છોડવી નથી, તારી વધુ નજીક આવવું છે, એટલું નજીક કે તારામાં હું હોઉં અને મારામાં બસ તું....!!!
#કેપ્ટન @શ્યામ