Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સામુદ્રિક શાસ્ત્રમાં પીળા દાંત ગણાવાયા છે ખાસ, જાણો તે વિશે

સામુદ્રિકશાસ્ત્રની રચના શિવ પુત્ર કાર્તિકેય દ્વારા કરવામાં આવી છે. આમછતાં સમુદ્ર દેવ દ્વારા તેને સમાજના કલ્યાણ માટે સુરક્ષિત રાખવામાં આવ્યું તેથી તેને સામુદ્રિકશાસ્ત્ર કહેવામાં આવે છે. આજે આપણે તેમાં વર્ણવાયેલી દાંત વિશેની વાત જાણીશું.

સામુદ્રિકશાસ્ત્રમાં કહેવાયું છે કે મનુષ્યના દાંતની બનાવટના આધાર પર તેના સ્વભાવ વિશે જાણી શકાય છે. જે માનવીના દાંત સામાન્ય અને નાના હોય છે તે લોકો પોતાનું કામ કાઢવામાં માહેર હોય છે. આવા લોકો તીવ્ર બુદ્ધિશાળી અને ભારે વિશ્વાસ કરવા લાયક હોય છે.
જે લોકોના દાંત મોટાં હોય અનને બહારની તરફ નિકળતાં હોય તે લોકો બીજા પાસે પોતાની વાત મનાવવામાં માહેર હોય છે. તેમને ખબર હોય છે કે પોતાનું કામ કેવી રીતે થશે. સામાન્ય રીતે આવા લોકો હસમુખા હોય છે છતાં ગુસ્સાવાળા હોય છે.

જે લોકોના દાંત સીધા અને સામાન્ય લંબાઈ વાળા હોય છે તે લોકો વિશે સમુદ્રશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે આવા લોકો મિલનસાર હોય છે. સમાજમાં પોતાની જગ્યા બનાવે છે. સામાન્ય રીતે આવા લોકો વ્યવસાયમાં સફળ નિવડે છે. આ લોકો દેખાડો પસંદ કરે છે. દેખાડા પ્રધાન ચીજો પ્રત્યે ઝડપથી આકર્ષાય છે.

સફેદ, યોગ્ય બનાવટ, સુંદર દાડમની કળી જેવા દાંત ધરાવતા વ્યક્તિ ભાગ્યશાળી હોય છે. એમનો સ્વભાવ મૃદુ હોય છે. આ લોકો મિત્રો અને સંબંધીઓનો વિશ્વાસ આસાનીથી જીતી લે છે. તેને કાયમ રાખવાનો પ્રયાસ કરે છે. આવા લોકો અન્ય લોકો પર પણ ઝડપથી વિશ્વાસ કરી લે છે.

પીળા પડી ગયેલાં દાંત ધરાવતા વ્યક્તિ ખુબ જ સારા સ્વભાવના હોય છે. પોતાના સ્વભાવને લીધે વિશેષ ખુબી ધરાવતાં હોય છે. અને પોતાનું કાર્ય આસાનીથી કાઢી લે છે. અનેકવાર આવા લોકો સ્વાર્થી પણ થઈ જાય છે. આવા લોકોમાં જોવા મળ્યું છે કે તેમનું સ્વાસ્થ્ય સામાન્ય રીતે નબળું રહે છે. આ લોકોને પેટ સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
સમુદ્રશાસ્ત્રમાં કહેવાયું છે કે જે લોકોના દાંત કાળા હોય તેની સાથે સંભાળીને વ્યવહાર કરવો જોઈએ. કારણકે આ લોકો નાની નાની વાતોને મુદ્દા બનાવીને ઉલઝી શકે છે. જો દાંત ધરાવનારા લોકો ભારે લાલસા ધરાવતા હોય છે કોઈ ચીજને જોઈને તે પોતાની પાસે હોય તેવું ઈચ્છે છે. આવા લોકો કોઈપણ રીતે પોતાનું કામ કઢાવે છે.

જે લોકોના દાંતનો રંગ સફેદ કે સહેજ પીળા હોય અને સીધા ન હોતા થોડાં વાંકાચૂકાં હોય તે લોકો પોતાના જીવનમાં સફળતા મેળવવા માટે ભારે સંઘર્ષ કરવો પડે છે. આવા લોકો પર કોઈ વિશ્વાસ કરતાં વિચારવું.

જે લોકો દોઢિયા દાંત ધરાવતા હોય તે પણ ખાસ હોય છે. આવા લોકો અતિ સાહસી હોય છે. તેમનું જીવન સુખદ હોય છે. આવા લોકો પોતાની મહેનતના બળે આગળ આવે છે. આવા લોકો થોડાં હોશિયાર હોય છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111341293
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now