Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઘરની બહાર નીકળતી વખતે મોં મીઠું કરીને ક્યારેય નીકળશો નહી નહીં તો…

સારું-ખરાબ તો ભગવાનના હાથમાં છે. તેની ઉપર મનુષ્યનો કંટ્રોલ નથી, પણ કેટલાક ઉપાયો દ્વારા અનહોનીને ટાળી શકાય છે. વાસ્તુશાસ્ત્રમાં બતાવવામાં આવેલા કેટલાક સરળ ઉપાયોથી આવનારી અનહોનીને ટાળી શકાય છે. આવો જાણીએ તેના વિશે.

જો તમે મુસાફરી પર નીકળી રહ્યા હો તો અકસ્માતથી રક્ષણ મેળવવા ઘરથી બહાર જતી વખતે મીઠી વસ્તુ ખાવાનું ટાળો. અને જો તમે કોઈ મીઠી વસ્તુ ખાઈ લીધી હોય તો કોગળા કરીને નીકળજો. માનવામાં આવે છે કે, જે ઘરમાં દરરોજ કપૂરથી ભગવાનની પૂજા કરવમાં આવે છે ત્યાં પરિવારમાં કોઈની સાથે અકસ્માત થતો નથી.

જો વારંવાર અકસ્માતની સ્થિતિ સર્જાતી હોય તો હનુમાનજીના મંદિરમાં ચમેલીના તેલનો દીવો પ્રગટાવો જોઇએ. તેમજ શનિ મંદિરમાં આંબલી અને નારંગી અર્પણ કરવી. માનવામાં આવે છે કે, ઘરના ધાબા પર લાલ ઝંડા લગાવવાથી પણ અનહોનીને ટાળી શકાય છે. હનુમાનજીના મંદિરમાં જાઓ અને લાલ ફૂળ અર્પણ કરો.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111340689
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now