Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Negative Symptoms Of Planets On Our Life & Remedies

શું તમારા પણ ચપ્પલ વારંવાર તૂટી કે ખોવાય જાય છે? તો જાણો તેનો અર્થ

નિ કાયમ ખરાબ પ્રભાવ નથી આપતો, પરંતુ જો આ શુભ ભાવમાં ન હોય તો કાયમ તેના દુષ્પરિણામ વ્યક્તિને ભોગવવા પડે છે. પરંતુ દંડ આપતા પહેલા કેટલાક સંકેત આપીને શનિદેવ તેની જાણ તમને પહેલા જ કરી દે છે. એટલે જો તેને સમજીને ઉપાય કરી લો તો તમારા દુર્ભાગ્યથી ઘણા અંશે બચી શકો છો. શું છે આ ખરાબ પ્રભાવ આજે તેના વિશે જાણીએ.


શનિનો પ્રભાવ પગ પર હોય છે, એટલે અચાનક જો તમારા ચપ્પલ તૂટવા લાગે તો સમજવું કે શનિનો જ કુપ્રભાવ છે અને આવનારા જીવનમાં તમને એક નહીં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ સિવાય ચપ્પલ ખોવાય જવા પણ તમારા ભવિષ્ય માટે ખરાબ સંકેત આપે છે. જો તમારા ચપ્પલ વારંવાર ખોવાય જતા હોય કે ચોરી થઈ જતા હોય તો આ શનિના કુપ્રભાવ અને ભવિષ્યમાં આવતા સંકટનો સંકેત હોય શકે છે. એવામાં જેટલું શક્ય હોય શનિદેવને ખુશ કરવાના ઉપાય જરૂર કરો.

શનિના દુષ્પરિણામથી બચવા માટે સૌથી પ્રભાવશાળી છે કે કોઈ ગરીબ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરો. તમે કેટલા પણ શનિને શાંત કરવાના ઉપાય કરો, આ તે તમામમાં સૌથી વધુ પ્રભાવશાળી અને જલ્દી અસર કરનારો ઉપાય છે.

આ સિવાય શમી અને પીપળના વૃક્ષની નિયમિત પૂજા અને સંધ્યા કાળમાં તેની નીચે સરસિયા તેલનો દીવો પ્રગટાવવાથી પણ તમે ભવિષ્યની પરેશાનીઓથી બચી શકો છો. શનિવારના દિવસે કોઈ વાસણમાં સરસિયાનું તેલ લઈ તેમાં તમારું મુખ જોઈને તે તેલનું દાન કરવાથી પણ શનિદેવ જલ્દી પ્રસન્ન થાય છે.

જો નોકરી અથવા વેપારમાં અચાનક બધુ જ તમારા વિપરીત થવા લાગે તો સમજવું કે શનિદેવ તમારેથી નારાજ છે અને ટૂંક સમયમાં તમારે વધુ કપરી પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે.

આ વિપરીત પરિસ્થિતિઓમાં કંઈ પણ થઈ શકે છે. જેમ કે, અચાનક જોબ બદલવા અથવા છોડવાની સ્થિતિ ઉત્પન્ન થવી, નોકરીમાં ક્યાંય એવી જગ્યાએ ટ્રાંસફર થવું જ્યાં તમે જરા પણ જવા નથી ઈચ્છતા. કોઈ એવા અધિકારી અથવા કર્મચારીનું આવવું જે તમારી પરેશાનીનું કારણ બની રહ્યું છે.

શનિને ન્યાયનો દેવતા માનવામાં આવે છે, એટલે શનિના કોપાયમાન થવાના કારણે કંઈ પણ ખરાબ થવાનો અર્થ છે કે તમારા કોઈ અન્ય ખરાબ કર્મોનું ફળ આ રીતે મળી રહ્યું છે. એટલે પોતાના કામનું વિશ્લેષણ કરતા હો અને શનિદેવથી પોતાની ભૂલો માટે પ્રાર્થના કરો તથા શાસ્ત્રીય ઉપાય પણ કરો.

શનિદેવના કૃપાપાત્ર લોકો આર્થિક સ્તરે ખુશ પણ રહે છે અને નુકસાન પણ નથી થતું. એટલે જો કોઈ રીતે આર્થિક નુકસાનની સ્થિતિ ઉત્પન્ન થાય જેમ કે વેપારમાં નુકસાન થવું, પરિવારમાં કોઈનું બીમાર પડવું, આક્સમિક દુર્ઘટના, કોઈથી દગો મળવો, ચોરી થવી વગેરે તો સમજવું તમારા જીવનમાં શનિની ખરાબ દશાનો સમય શરૂ થઈ ગયો છે.

આવી સ્થિતિમાં તમારે વારંવાર ઉધાર લેવાની પણ જરૂર પડશે અને જલ્દી ઉધાર ચુકવવાની સ્થિતિમાં પણ તમે નહીં હોવ. પરિસ્થિતિઓ તમને માનસિક સ્તરે પરેશાન કરશે અને તેના કારણે તમે શારીરિક અસ્વસ્થતાનો શિકાર પણ બની શકો છો.

શનિની ખરાબ દશા એવી હોય છે કે તમે તમારી મુશ્કેલીઓથી નીકળવાનો માર્ગ શોધશો તો તેમાં પણ પરેશાનીઓ જ આવશે. જો તમે ઉધારી ચૂકવવાનો પ્રયાસ કરશો તો તે પણ કોઈ ન કોઈ કારણથી ચુકવવામાં નિષ્ફળ જ રહેશો. તે કારણો એવા હશે કે તમે ક્યારેય એવું થવાની કલ્પના પણ નહીં કરી હોય.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111338841
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now