Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Connection Of Pandavas With 8 Special Shivling

આજે પણ ઘરતી પર મોજૂદ છે પાંડવોની આ ખાસ નિશાની, તમે પણ જોઈ શકો છો

મહાભારત કાળને વિતે આજે હજારો વર્ષ થઈ ગયા છે, પણ આજે પણ એ સમય સંબંધિત ઘણી જગ્યાઓ મોજૂદ છે. મહાભારતમાં ઘણાં એવા મંદિરો અને શિવલિંગનું વર્ણન છે જેની સ્થાપના સ્વયં પાંડવોએ કરી હતી. જેમાંથી ઘણાં શિવલિંગ આજે પણ છે. જાણો એવા જ 8 શિવલિંગ વિશે, જેની સ્થાપના સ્વયં પાંડવોએ કરી હતી. તો જાણો કે આજે તે ક્યાં સ્થિત છે.

ગંગેશ્વર મહાદેવ (દમન-દીવ)

ગંગેશ્વર મહાદેવનું મંદિર દીવથી લગભગ 3 કિમી.ની દૂરી પર છે. આ મંદિરમાં પાંચ શિવલિંગ એકસાથે સ્થાપિત છે. માન્યતા છે કે વનવાસ અને અજ્ઞાતવાસ દરમ્યાન પાંડવોએ અહીં આ શિવલિંગની સ્થાપના કરી હતી.

પડિલા મહાદેવ (ઈલાહાબાદ)

તેને પાંડેશ્વર મહાદેવના નામથી પણ ઓળખવામાં આવે છે. ઈલાહાબાદ પ્રતાપગઢની વચ્ચે આવેલાં આ શિવલિંગ વિશે કહેવાય છે કે પાટલિપુત્રની યાત્રા દરમ્યાન પાંડવ અહીં આવ્યા હતાં અને અહીં ઋષિ ભારદ્વાજના કહેવા પર શિવલિંગની સ્થાપના કરી હતી.

ભયહરણ મહાદેવ (ઉત્તરપ્રદેશ)

માન્યતા છે કે અજ્ઞાતવાસ દરમ્યાન પાંડવોએ આ શિવલિંગની સ્થાપના કરી હતી. મનની પરેશાની અને ભય દૂર કરવા માટે આજે પણ કેટલાય શ્રદ્ધાળુ અહીં આવે છે.

મમલેશ્વર મહાદેવ (હિમાચલ પ્રદેશ)

માન્યતા છે કે અજ્ઞાતવાસ દરમ્યાન પાંડવોએ આ શિવલિંગની સ્થાપના કરી હતી. અહીં 200 ગ્રામ વજનનો ઘઉંનો દાણો પણ મૂકેલો છે. જેને પાંડવ કાલીન માનવામાં આવે છે.

લાખામંડલ (ઉત્તરાખંડ)

અહીં લાખોની સંખ્યામાં શિવલિંગ રહેલાં છે. માન્યતા છે કે લક્ષાગૃહથી બચીને નીકળ્યા બાદ પાંડવ બહુ સમય સુધી અહીં રોકાયા હતા. આ દરમ્યાન અહીંના શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી.

લોધેશ્વર મહાદેવ (ઉત્તરપ્રદેશ)

આ શિવલિંગ ઉત્તપપ્રદેશના બારાબંકીના રામનગરમાં સ્થિત છે. કહેવાય છે કે વનવાસ દરમ્યાન પાંડવો અહીં મહર્ષિ વેદવ્યાસની આજ્ઞાથી યજ્ઞ કર્યું હતું અને એ દરમ્યાન જ અહીં શિવલિંગની સ્થાપના કરી હતી.

કાલીનાથ મહાકાલેશ્વર શિવલિંગ (હિમાચલ પ્રદેશ)

હિમાચલની કંગડા ઘાટીના પરાગપુર ગામમાં કાલીનાથ મહાકાલેશ્વર શિવલિંગ છે. કહેવાય છે કે લાક્ષાગૃહથી જીવિત બચીને પાંડવોએ અહીં ભગવાન શિવની પૂજા કરી હતીં.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111338835
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now