માતૃભારતી ઉપર 40 હજાર કરતા પણ વધુ ડાઉનલોડ તેમજ બીજા સોશિયલ મીડિયા ઉપર પણ મળેલા હજારો વાંચકોના અભિપ્રાય બાદ, મારી નવલકથા "ઘર છૂટ્યાની વેળાએ" ટૂંક સમયમાં આવી રહી છે પુસ્તક સ્વરૂપે.. ઓનલાઈન પ્રકાશિત થયેલી નવલકથામાં ઘણાં જ ફેરબદલ સાથે પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થશે, ગુજરાતના અગ્રણી સાહિત્યકારોના હાથે આ પુસ્તક આખરી ઓપ પામી રહ્યું છે.. જે મારા માટે ખૂબ જ ખુશીની વાત છે. ઘણાં બધાં નામી અનામી લોકોનો સહકાર આ પુસ્તક માટે મળ્યો, વાંચકોનો પ્રતિસાદ તો ખરો જ એ સૌનો આભારી છું. પરંતુ દૂર રહીને પણ મને સતત પ્રેરણા આપનાર #કેપ્ટન , જેને મારી આંગળી પકડી, કડવા ઘૂંટડા પીવડાવીને પણ આજે આ જગ્યાએ લઈ આવી એનો દિલથી આભાર 😊