Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કુંડળીમાં કોઈ ગ્રહ નબળો હોય અને આપે ખુબજ પીડા તો અજમાવો આ ઉપાય

કુંડળીમાં ગ્રહોના શુભ-અશુભ પ્રભાવ પડવાથી વ્યક્તિના જીવનપર તેની ઊંડી અસર થતી હોય છે. જો કુંડળીમાં શુભ ગ્રહ દશા ચાલી રહી હોય તો વ્યક્તિ ખૂબ જ ભાગ્યશાળી હોય છે અને તેના ધારેલા કામો પૂરા થાય છે. પણ તેનાથી વિપરીત જો ગ્રહોની દશા અશુભ હોય તો બનતા કામો પણ બગડી જાય છે અને વ્યક્તિ સતત મુશ્કેલીઓથી ઘેરાયલો હોય છે. કુંડળીની અનુકૂળ અને પ્રતિકૂળ દશા વ્યક્તિના જીવનની સાથે જ બને છે. જ્યોતિષમાં કુંડળીના દોષોને દૂર કરવા માટે કેટલાક ઉપાયો બતાવવામાં આવ્યાં છે.

જો તમારો ચંદ્ર નબળો હશે તો તમને માનસિક તણાવ અને ફેફસા સંબંધી બીમારી થઈ શકે છે. તેને દૂર કરવા માટે સોમવારે શિવજીનો જળાભિષેક કરી ૐ શ્રાં શ્રીં શ્રૌં ચંદ્રમસે નમ: મંત્રનો જાપ કરો.

કુંડળીમાં મંગળ ગ્રહ નબળો હોય તો વ્યક્તિ માનસિક રીતે ખૂબ જ પરેશાન રહે છે. તેના પ્રભાવને કમ કરવા માટે મંગળવારના રોજ હનુમાનજીની ઉપાસના કરી સુંદરકાંડનો પાઠ કરવો જોઇએ.

જો કુંડળીમાં બુધ ગ્રહ નબળો હશે તો વ્યક્તિને નિર્ણય લેવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, અને તે ખોટો નિર્ણય લઈ લે છે. આવા લોકોએ ગણેશજીની પૂજા કરીને ૐ ગણેશાય નમ: નો જાપ કરવો જોઇએ.

જો ગુરૂ ગ્રહ નબળો હશે તો તમારી ઉન્નતિ અટકી જશે અને તેના પ્રભાવને દૂર કરવા માટે ગુરૂવારે પીળી વસ્તુઓનું દાન કરવું જોઇએ. કુંડળીમાં શુક્રની ખરાબ સ્થિતિ વ્યક્તિના લગ્ન જીવનમાં તણાવ પેદા કરે છે. અને તેના પ્રભાવને કમ કરવા માટે ચોખાનું દાન કરી માતા લક્ષ્મીની પૂજા કરવી જોઇએ.

કુંડળીમાં શનિની ખરાબ સ્થિતિના કારણે વ્યક્તિના બધા જ કામો અટવાઈ જાય છે. શનિની ખરાબ સ્થિતિના અસરને ઓછું કરવા માટે શનિવારના રોજ પીપળના વૃક્ષ પર જળ અર્પણ કરવું જોઇએ. કુંડળીમાં નબળા સૂર્યથી વ્યક્તિના માન-સન્માનમાં ઘટાડો આવે છે અને કાયદાકીય મામલામાં ફસાઈ જાય છે. તેના ખરાબ પ્રભાવથી બચવા માટે દરરોજ શનિદેવને જળ અર્પણ કરો. સાથે જ ૐ સૂર્યાય નમ:નો જાપ કરો.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111337196
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now