શું તમે જાણો છે કે કોઈ વ્યક્તિની મૃત્યુથી કેટલાક દિવસ પહેલાંથી જ અમુક પ્રકારના સંકેત મળવા લાગે છે. આ સંકેતોનો અધ્યયન કરીને જાણી શકાય છે કે વ્યક્તિની મૃત્યુનો સંભવિત સમય ક્યારે હોઈ શકે છે.
મૃત્યુ એક અટલ સત્ય છે. જેનો જન્મ થયો છે તેની મૃત્યુ પણ થાય જ છે. આ વાત બધાં જાણે છે છતાં પણ બધાને જીવનના અંતનો ડર હમેશા રહે છે. આ જ ડરને કારણે મોટાભાગના લોકો જાણવા માગે છે કે મૃત્યુના સંકેત કેવા હોય છે. અહીં જાણો શિવપુરાણમાં બતાવેલા એવા સંકેત જેનાથી તે જાણી શકાય છે કે કયા વ્યક્તિની મૃત્યુ કેટલા સમયમાં થઈ શકે છે.
શિવપુરાણ અનુસાર એક સમયે માતા પાર્વતીએ ભગવાન શિવને પૂછ્યું કે મૃત્યુનું શું ચિહ્ન છે, શું સંકેત છે, મૃત્યુ આવતા પહેલાના લક્ષણ કયા-કયા છે? ત્યારે ભગવાન શિવજીએ મૃત્યુના સંકેતો પાર્વતીજીને જણાવ્યા. આ સંકેત જાણવા આગળ
શિવજીએ જણાવ્યું જ્યારે કોઈ વ્યક્તિનું શરીર અચાનક પીળું કે સફેદ પડી જાય અને ઉપરથી કંઈક લાલ જોવા મળે તો સમજવું કે તે માણસનું મૃત્યુ છ માસમાં થવાનું છે.
મોઢું, કાન, આંખ, જીભ અને નાક સરખી રાતે કામ ન કરે તો તે વ્યક્તિની મૃત્યુ 6 મહિનાની અંદર થવી નિશ્ચિત છે. એવી સંભાવના રહેલી હોય છે.
- જ્યારે કોઈ વ્યક્તિને સૂર્ય, ચંદ્ર અને અગ્નિનો પ્રકાશ સરખી રીતે ન દેખાતો હોય અને ચારે બાજુ કાળો અંધકાર દેખાતો હોય તો તેનું જીવન 6 મહિનામાં સમાપ્ત થઈ જાય છે. એવી સંભાવના રહેલી હોય છે.
જો કોઈ વ્યક્તિને અચાનક બધું કાળું કાળું દેખાવા લાગે તો આવા વ્યક્તિની મૃત્યુનો સમય બહુ નજીક હોય છે.
જ્યારે કોઈ વ્યક્તિનો ડાબો હાથ સતત એક સપ્તાહ સુધી ફરક્યા કરે તો તેનું જીવન એક મહિનાની અંદર સમાપ્ત થઈ જાય છે.
- જે વ્યક્તિની જીભ અચાનક ફુલી જાય, દાંતમાંથી પરૂ નીકળવા લાગે અને સ્વાસ્થ્ય વધુ પડતું ખરાબ થવા લાગે તો તે વ્યક્તિ માત્ર 6 મહિના જીવી શકે છે.
જ્યારે કોઈ વ્યક્તિને જળ, તેલ, ઘી અને દર્પણમાં પોતાનો પડછાયો ન દેખાય તો સમજી લેવું કે તેનું જીવન માત્ર 6 મહિનાનું જ બચ્યું છે એવી સંભાવના રહેલી હોય છે.
જે લોકોની મૃત્યુમાં એક મહિનો જ બાકી હોય છે તેઓ પોતાના પડછાયાને પોતાનાથી અલગ જુએ છે. કેચલાક લોકોને તો પોતાની છાયામાં માથું પણ દેખાતું નથી.
- જે વ્યક્તિને ધ્રુવ તારો દેખાતો બંધ થઈ જાય તો તે વધુમાં વધુ 6 મહિના જીવી શકે છે.
જ્યારે ચંદ્ર અને સૂર્યની આસપાસ ચમકીલો ઘેરો કાળો અને લાલ દેખાય અને અને ગીધ અને કાગળા તેને ઘેરી લે તો તે 6 મહિનાથી વધુ જીવતો નથી.
જ્યારે કોઈ વ્યક્તિના અંગ આળસ લેવા લાગે અને તાળવું સૂકઈ જાય તો તે વ્યક્તિ એક મહિનાની અંદર મૃત્યુ પામે છે.
- જે વ્યક્તિને અચાનક આસમાની માખી આવીને ઘેરી લે તો તે માત્ર એક મહિનો જીવી શકે છે. આવી માખીઓ મોતનો સંકેત લઈને આવે છે. આવી માખી દેખાય તો વ્યક્તિ એક મહિનામાં મૃત્યુ પામે છે.
-શાસ્ત્રોમાં મૃત્યુથી જોડાયેલી ઘણી મહત્વપૂર્ણ વાતોનો ઉલ્લેખ છે. વૈદિક કાળથી જ માનવ અન દૈત્યો દ્વારા મૃત્યુને જીતવા માટે ઘોર તપસ્યા કરી ભગવાન પાસેથી અમરતા પામવાના પ્રયત્નો થયા છે. જેમણે જન્મ લીધો છે તેમણે મૃત્યુને પ્રાપ્ત થવાનું જ છે. બસ ફર્ક એટલો છે કે કોઈ દીર્ઘાયુ છે અને કોઈ અલ્પાયુ. આ કારણે દરેક વ્યક્તિનું મન ઘણીવાર મૃત્યુને લઈને ઘણાં પ્રશ્નો ઉઠાવે છે.