Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઘરમાં તિજોરીમાં રાખો આ પ્રમાણે વસ્તુઓ અને આ યંત્ર, જેથી થશે લાભ

જો તમે પૈસાની અછતથી પીડાઓ છો તો ઘરમાં આ ચીજો રાખવાથી તમને લાભ થશે. ધર્મ શાસ્ત્રોમાં પણ કેટલાં એવા ઉપાય બતાવવામાં આવ્યા છે, જેને અપનાવી તમે પૈસાદાર બની શકો છો. દરેક માણસ ઈચ્છે છે કે, તેને ક્યારે પણ ધનની અછત ન પડે અને માં લક્ષ્મી તેના પર હંમેશા મહેરબાન રહે. ઘરમાં કુબેર યંત્ર અને લક્ષ્મી યંત્ર રાખવાથી ધન સંબંધી સમસ્યાઓનો અંત આવે છે.

જો તમે ઈચ્છતા હોવ કે તિજોરીમાં પૈસા ભરાયેલા રહે અને ક્યારેય પણ ધનની અછત ન થાય તો ક્યારે પણ તિજોરીમાં ઘરેણાં અને ઘરના દસ્તાવેજ એક સાથે ના રાખો, તે અલગ અલગ જગ્યા પર રાખો. તિજોરીમાં લક્ષ્મી અથવા કુબેર ભગવાનનું યંત્ર રાખો.

તિજોરીમાં રૂપિયા-પૈસા સાથે સકારાત્મકતા ટકાવી રાખવા માટે માં લક્ષ્મીની તસવીર હંમેશા રાખો. તમારી પાસે ક્યારે પણ પૈસાની અછત નહીં રહે.

તિજોરીને કોઈ એવી જગ્યા પર રાખો, જ્યાં સરળતાથી કોઈની નજર ન પડે. કારણ કે તીજોરી પર કોઈની ખરાબ નજર ના લાગે.

ક્યારે પણ પૂજા ઘરમાં ધન સંચય ન કરો. આવું કરવાથી તમારું મન ભગવાન કરતાં વધારે પૈસામાં લાગેલુ રહેશે. આ કારણથી ઈશ્વર તમારીથી રુષ્ઠ થઈ શકે છે. જે રૂમમાં તિજોરી મુકો ત્યાં ક્રીમ કલરનો રંગ કરાવો. આ કલરથી નકારાત્મક ઉર્જા રૂમથી દુર રહે છે.

એ વાતનું ધ્યાન રાખો, જે તસવીરમાં માં લક્ષ્મી બેઠાં હોય તે મુદ્રામાં હોય અને સાથે બંને હાથીઓએ ઉપરની તરફ સૂંઢ ઉઠાવેલી હોય.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111334885
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now