જન્મકુંડળીમાં જીવનનો અરીસો છે. જો દર્પણ સાફ હોય તો તસવીર સ્પષ્ટ દેખાવાની જ. જીવનની લગભગ દરેક ઘટનાઓ વિશેનાં સંકેતો જન્મકુંડળીમાં મળે છે. જન્મકુંડળીમાં એવા કયા ગ્રહો હોય છે કે જેનાથી માણસ પોતાના લગ્નજીવનને બચાવવાનાં તમામ પ્રયત્નોમાં અસફળ રહે છે. સતત સમાધાનકારી વલણ અપનાવ્યા પછી પણ એવું શું બને છે કે માણસ આખરે પોતાના પ્રિયપાત્રથી છુટા પડવા સિવાય હવે બીજો કોઈ આરો નથી, એવું વિચારે છે ?
સપ્તપદીનાં ફેરા ફર્યા પછી માણસ ગમે તેટલો ઉછાંછળો કેમ ન હોય? એ પોતાની નવી જવાબદારી વિષે એક પ્રકારની ગંભીરતા જરૂર અનુભવતો હોય છે. એનામાં પોતાના અસ્તિત્વ સાથે સંકળાયેલી વ્યકિતનું સલામત અને સમૃદ્ધ જીવન વિષેની એક રંગીન કલ્પનાઓ પણ ચોકકસપણે આકાર લેતી હોય છે. આકાર લઈ રહેલી કલ્પનાઓને મૂર્ત સ્વરૂપ આપવા માટે એ એડી ચોટી નું જોર લગાવતો હોય છે. આ સ્થિતિમાં જેની સાથે જનમોજનમનાં બંધન માટેનાં કોલ આપ્યા હોય એ વ્યકિત સાથે એકાએક નફરતનો સેતું કેમ બંધાય છે? કેમ એનાથી છુટા પડવાનું મન થાય છે? કેમ એની સંગાથે સેવેલા રંગીન સ્વપ્નાઓ ફીકકા પડી જાય છે?
આગળ વાંચો આ તમામ સવાલોના જવાબ...કઈ રીતે પેદા થાય છે...
જન્મકુંડળીમાં સાતમું સ્થાન પુરૂષ માટે પત્નીનું અને સ્ત્રી માટે પતિ ભાવ ગણાય છે. સાતમાં ભાવે રહેલા પાપગ્રહો કે સપ્તમેશનું નિર્બળ બનવું કે સાતમાં ભાવે પાપ ગ્રહોની દ્રષ્ટિ હોવી કે સાતમાં ભાવનો સ્વામીનું દુષીત થવુ કે પછી લગ્નજીવનનાં કારક ગ્રહો શુક્ર કે મંગળની અશુભ સ્થિતિ. આ બધી જ બાબતોને ધ્યાનનમાં લઈને લગ્નજીવન લાંબુ ચાલશે કે નહિ? તે અંગેનો ખ્યાલ મેળવવાનો હોય છે.
પતિ અને પત્નીનો સબંધ એ એક શાશ્વત સબંધ છે. સૃષ્ટિનાં આરંભ કાળની કથામાં પણ આદમ અને ઈવ નામનાં બે પાત્રોમાં એક પુરૂષ અને બીજી સ્ત્રી છે. ત્યારથી માંડીને આજ સુધી સજીવ સૃષ્ટિ આ સબંધોથી જ વિસ્તરી છે અને વિકાસ પામી છે. આ સનાતન સબંધમાં ઉભી થતી તિરાડ માટે કારણભૂત ગ્રહોની ચર્ચા કરીએ તો જન્મકુંડળીની સાથે ચલીત કુંડળી અને નવમાંશ કુંડળીનો પણ અભ્યાસ કરવો જરૂરી બને છે.
સાતમો ભાવ બીજો ભાવ અને સાતમાં તથા બીજા ભાવનાં સ્વામીઓનો વિચાર કર્યા પછી લગ્નજીવનનાં ભવિષ્ય અંગેનો નિર્દેશ મળતો હોય છે, સાથે શુક્રની સ્થિતિ પણ વિચારણીય બને છે. સાંસારિક સુખની દિર્ધતા વિષે વાત કરવી એ એક કઠીન કાર્ય છે.
સમાજમાં એવા પણ અસંખ્ય દંપત્તિઓ છે જે એકબીજાથી તદ્ન ભિન્ન પ્રકૃતિ ધરાવતા હોવા છતા પોતાનું લગ્નજીવન ચલાવી રહ્યા છે. આ સહનશક્તિ કોણ આપે છે?..અને બહુજ ટુંકા સબંધના સાહચર્ય પછી બહુ ઝડપથી લોકો એકબીજાથી છુટા પડવાનું નકકી કરે છે..આ નિર્ણય શક્તિનો કારક કોણ છે ?
બીજા ભાવનો સ્વામી સાતમાં ભાવે રાહુની સાથે હોય તો લગ્ન જીવન લાંબુ ચાલતું નથી. બીજા ભાવનો સ્વામી, સપ્તમેશની સાથે આઠમે કે બારમે હોય તો પણ લગ્નજીવનની સફળતા વિશે શંકા રહે છે. સાતમાં ભાવનો સ્વામી બારમે હોય અને લગ્નમાં શનિ, રાહુ જેવા પાપગ્રહો હોય, સપ્તમેશ બારમે હોય અને એ રાહુની સાથે સબંધમાં હોય, સપ્તમેશ બળહિન હોય, સપ્તમેશ પાપકર્તરીમાં હોય, સાતમાં ભાવે રહેલા સૂર્યનો સબંધ શનિ કે રાહુની સાથે હોય, સપ્તમેશ અને દ્વિતીયેશ શુક્ર હોય (મેષ લગ્ન) એ નીચનો થઈ છઠ્ઠા ભાવે રહેલો હોય અને રાહુ-શનિની સાથે સબંધ હોય તો પણ સાંસારિક સુખમાં ઉણપ રહે છે. લગ્નમાં રહેલા શનિ-રાહુ પણ સાંસારિક સુખમાં અસહિષ્ણુતાનો નિર્દેશ આપે છે. અંહિ જન્મકુંડળની સાથે નવમાંશ કુંડળીનો પણ વિચાર કરવો અત્યંત આવશ્યક બને છે.