Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

5 શુભ સંયોગની સાથે ખુલશે બદ્રીનાથના કપાટ, ખાસ રાજદરબારમાં મુહૂર્ત કરાય છે નક્કી

29 જાન્યુઆરી સવારે 10 વાગ્યે 46 મિનિટથી માધ શુક્લ પંચમી તિથિનો આરંભ થઇ ચૂક્યો છે. પરંપરા અનુસાર આ તિથિ દર વર્ષની જેમ આ વખતે પણ ટિહરીના રાજદરબારમાં ઉપસ્થિત જ્યોતિષોની ઉપસ્થિતિમાં બદ્રીનાથના કપાટ ખુલવાની તિથી અને સમય નક્કી કરવામાં આવ્યા છે. આ વર્ષે બદ્રીનાથના કપાટ ઘણા શુભ સંયોગોની ઉપસ્થિતિમાં ખોલવામાં આવશે. જે ખૂબ જ ફળદાયી છે.

ગુરુ પુષ્ય યોગમાં ખુલશે બદ્રીનાથના કપાટ

ટિહરી દરબારમાં બદ્રીનાથના કપાટ ખુલવાની તારીખ 30 એપ્રિલે સવારે 4 વાગ્યે 30 મિનિટ નક્કી કરવામાં આવી છે. આ દિવસે ગુરુવાર છે તેથી સાથે જ શનિનો નક્ષત્ર પુષ્ય યોગ પણ છે. જેનાથી ગુરુ પુષ્ય નામના શુભ યોગ ઉપસ્થિત હશે. આ યોગને અક્ષય તૃતીયાની જેમ શુભ માનવામાં આવે છે જેમા દરેક શુભ કામ અને સ્થાયી સંપતિ તેમજ સોનુ ખરીદવું શુભ હોય છે.

સર્વાર્થ સિદ્ધિ યોગ પણ રહેશે ઉપસ્થિત

30 એપ્રિલે આખો દિવસ સર્વાર્થ સિદ્ધિ નામનો શુભ યોગ ઉપસ્થિત રહેશે. આ યોગમાં દરેક શુભ કામ સફળ થાય છે. આવું જ્યોતિષશાસ્ત્ર અનુસાર માનવામાં આવે છે. આ યોગમાં બદ્રીનાથના કપાટ ખુલાવા આ વાતનું સૂચક છે તેના વગર કોઇ વિધ્ન કે અડચણ બદ્રીનાથની યાત્રા ચાલતી રહેશે. યાત્રાની દ્રષ્ટિથી વર્ષ ખૂબ જ શુભ રહેશે.

અમૃત સિદ્ધી યોગ

આ વર્ષે બદ્રીનાથના કપાટ ખુલવાના સમયે અમૃત સિદ્ધિ યોગ પણ રહેશે. આ યોગ 30 ઓક્ટોબરે મધ્યરાત્રિ બાદ સમાપ્ત થશે બદ્રીનાથના દર્શન કરવા આમતો મંગળકારી હોય છે. પરંતુ આ યોગમાં દર્શન કરવા પુણ્યફળને અનેક ગણો વધારી દે છે. આ યોગમાં ખરીદી, નવું કામ શરૂ કરવું, ભાગીદારી, તીર્થ યાત્રા કરવી શુભ માનવામાં આવે છે.

રવિ યોગ પણ સામેલ

જ્યોતિષશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે રવિયોગ અનેક અશુભ યોગોના અસરને પણ દૂર કરશે. આ યોગ દરમિયાન મંદિરના કપાટનું ખુલવુ સાથે અન્ય શુભ યોગની હાજરી આ વર્ષે બદ્રીનાથની યાત્રા કરનાર માટે ખૂબ ઉત્તમ સંયોગ રહેશે.

30 એપ્રિલે ગંગા જયંતી

આ વખતે 30 એપ્રિલે વૈશાખ શુક્લ સપ્તમી તિથિ રહેશે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ તિથિમાં દેવી ગંગાનું પૃથ્વી પર અવતરણ થયું હતું. જેથી આ દિવસે ગંગા જયંતી પણ કહેવામાં આવે છે. આ દિવસે ગંગા, મંદાકિની, અલકનંદા નદી અને તેના તટ પર સ્નાન કરવું ખૂબ સારુ માનવામાં આવે છે. એવામાં આ દિવસે બદ્રીનાથના દર્શનનું સૌભાગ્ય મેળવનારા શ્રદ્ધાળુઓ આ પુણ્યને પણ મેળવી શકશે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111333878
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now