Chanakya Niti: How To Know Nature Of Any Person, Acharya Chanakya
સ્ત્રી હોય કે પુરૂષ, આ રીતે જાણી શકાય છે કોઈનો સ્વભાવ સારો છે કે નહીં
કોઈ પણ વ્યક્તિનો સ્વભાવ ત્યારે જ ખબર પડી શકે છે જ્યારે તેનાથી સતત મળતા રહો. સ્ત્રી હોય કે પુરૂષ, કોઈ વ્યક્તિને પહેલી વકત મળતી વખતે કેટલીક વાતોનું ધ્યાન રાખવામાં આવે તો વ્યક્તિનો સ્વભાવ સમજી શકાય છે. આચાર્ય ચાણક્યએ એવી ચાર વાતો જણાવી છે, જેનાથી વ્યક્તિને સારા વ્યક્તિની પરખ થઈ શકે છે.
ચાણાક્ય કહે છે-
યશા ચતુર્ભિઃ કનકં પરીક્ષ્યતે શીલેન છેદનતાપતાડનૈઃ।
તથા ચતુર્થિઃ પુરૂષં પરીક્ષ્યતે ત્યાગેન શીલેન ગુણેન કર્મણા।।
અર્થઃ-
આ શ્લોકનો અર્થ છે કે જે રીતે સોનાને ઘસવા, કાપવા, તપાવા અને પીટવાથી તેની પરખ થાય છે એવી જ રીતે વ્યક્તિની પરખ માટે ત્યાગ, વિનમ્રતા, ગુણ અને કર્મોને જોવા જોઈએ.
આગળ વાંચો,સોનાની શુદ્ધતા પારખવાની પ્રક્રિયામાં4ચરણ હોય છે..
.આચાર્ય ચાણક્ય કહે છે કે સોનાની શુદ્ધતા પારખવાની પ્રક્રિયામાં4ચરણ હોય છે.
- પહેલા ચરણમાં સોનાને ઘસીને જોવામાં આવે છે, પછી કાપીને જોવામાં આવે છે, તેના પછી આગમાં તપાવીને સોનાની પરખ થાય છે. ચોથા ચરણમાં સોનાને કૂટીને તેની શુદ્ધતા ખબર પડે છે.
- આ પ્રક્રિયામાંથી પસાર થયા પછી સોનુ શુદ્ધ છે કે નહીં એ ખબર પડે છે.
- એવી જ રીતે વ્યક્તિની પરખ માટે પણ 4 વાતોનું ધ્યાન રાખવું જોઈએ. કોઈ પણ વ્યક્તિને મળતી વખતે ધ્યાન રાખવું જોઈએ કે વ્યક્તિ બોલવામાં વિનમ્ર છે કે નહીં. વિનમ્રતા સજ્જન વ્યક્તિની ઓળખ છે. આવા લોકો કાયમ માન-સન્માન આપનાર અને સંસ્કારવાન હોય છે.
- આ સિવાય વ્યક્તિના ગુણ કેવા છે, તે પણ જોવું જોઈએ. વાત કરતી વખતે કોઈ પણ વ્યક્તિનું આચરણ અને વ્યવહાર પણ ઘણું બધુ જણાવી દે છે.
- સાથે જ વ્યક્તિની ત્યાગની ભાવના પણ જોવી જોઈએ. જો કોઈ વ્યક્તિ બીજાના સુખ માટે પોતાનું ત્યાગ કરવાવાળો છે તો તે સારો વ્યક્તિ છે.