દાંપત્ય જીવનમાં વારે વારે આવતી સમસ્યાઓ આ મંત્રોથી થઈ જશે છૂ
જીવન એ પડકારોથી ભરેલું છે. કેટલાંક પડકારો એવા હોય છે કે જે તમે સહેલાઈથી પાર કરી દઈને આગળ વધી જાવ છો. પણ કેટલાંક પડકારો એવા પણ હોય છે કે જેમાં માનવીનું જીવન કસોટીની એરણ પર ચડી જાય છે. વ્યક્તિ સામાજિક, આર્થિક અને શારીરિક એમ અનેક સમસ્યાઓથી ઘેરાયેલી રહેતી હોય છે. આ સમસ્યાઓને લીધે વ્યક્તિનું દાંપત્યજીવન પણ મુશ્કેલ સ્થિતિમાંથી પસાર થાય છે. આજે અમે તમને કેટલાંક એવા મંત્રો બતાવીશું કે જેના જાપ કરવાથી મળતાં પ્રભાવથી આવી સમસ્યાઓ છૂ થઈ જશે.
સમસ્યાઓના આવવા પાછળ મોટે ભાગે કર્મોનું ફળ જવાબદાર હોય છે તો કેટલીક વાર ગ્રહોને કારણે પણ તકલીફ ભોગવવી પડે છે. તો કેટલીક વાર વય પણ જવાબદાર હોય છે. જો તમે સાંસારિક જીવનમાં આવતી નાની-મોટી સમસ્યાઓના નિરાકરણ ઈચ્છતા હોય તો આ મંત્રો અને રત્ન રામબાણ સાબિત થઈ શકે છે. તો આજે જાણી લો કઈ સમસ્યા માટે કયો ઉપાય અમલમાં મુકવાથી લાભ થશે.
સંતાન પ્રાપ્તિ માટે
કેતુના મંત્રથી અભિમંત્રિત કરેલું પાણી દર ચોવીસ કલાકે મહિલાએ પીવું. ભૃગુસંહિતા પ્રમાણે સતત એક વર્ષ આમ કરવાથી સંતાનપ્રાપ્તિ અવશ્ય થાય છે. આ પ્રયોગ બુધવારથી શરૂ કરવો.
ધનપ્રાપ્તિ માટે
આવક વધારવા માટે જાતકે ગુલાબી રંગનું મોતી ધારણ કરવું જોઈએ. તેના માટે ચોથના દિવસે ચંદ્રદર્શન કરી જમણા હાથમાં મોતી અને એક રૂપિયાનો સિક્કો રાખી, ‘ॐ શશિમાંગલ્યૈ ધનવૃદ્ધિ દેહિ દેહિ મે’ મંત્ર 11 વખત બોલવો. ત્યારબાદ એક ગ્લાસ દૂધમાં સાકર ઉમેરી અને પી જવું.
શત્રુ સામે સફળતા માટે
સવારે સ્નાનાદિ કર્મથી પરવારી ઘરના ઈશાન ખૂણામાં ઊભા રહી ‘સર્વબાધા પ્રશમનં ત્રૈલોકસ્યાખિલેશ્વરી એવ મેવ ત્વયા કાર્યમ્ અસ્મદ વૈરી વિનાશનમ્’ મંત્ર બોલવો.
સંતાનોના લગ્ન ન થતા હોય ત્યારે
યુવક કે યુવતીના લગ્નમાં વિલંબ થતો હોય તો ગુરુવારે પોખરાજનો નંગ ધારણ કરવો. શક્ય હોય તો ગણેશ મંદિરમાં જઈને આ કામ કરવું. રત્ન ધારણ કરી 11 વખત ‘મમ વાંછિત જીવનસાથી પ્રાપ્તિ નિશ્વિતં કુરુ કુરુ દેવાવિનાયકા’ મંત્ર બોલવો.
સ્વાસ્થ્યલક્ષી સમસ્યા માટે
જો કોઈ વ્યક્તિ વારંવાર બીમાર પડતી હોય તો સૂર્ય અથવા મંગળની વીંટી અનામિકા આંગળીમાં ધારણ કરવી અને ‘ॐ હૌં જું સહ’ મંત્રનો 11 વાર જાપ કરવો.
ક્લેશ નિવારણ માટે
રાહુ-કેતુના કારણે સાંસારીક જીવનમાં વૈમનસ્ય ઊભું થાય છે. તેના માટે બુધવારે-ચાંદી કે પંચધાતુમાં ‘ॐ રાહવે નમઃ’ મંત્ર 11 વખત બોલવો. જાતક રાહુ-કેતુનું લોકેટ પણ ધારણ કરી શકે છે.