Why Chant Mantra
મંત્રજાપ કરવાથી થાય છે અનેક ફાયદાઓ, જાણો કેવી રીતે કરવા મંત્રજાપ
હિંન્દુ ધર્મમાં મંત્રજાપ કરવાનું અનેરું મહત્વ છે. મનને એક તંત્રમાં લાવો તે જ મંત્ર હોય છે. જો તમારા મનમાં એક સાથે ઘણાં વિચારો ચાલી રહ્યાં છે તો તેને બંધ કરી માત્ર એક વિચારને સ્થાપિત કરવો તે જ મંત્રનું મુખ્ય લક્ષ્ય હોય છે.
આ લક્ષ્ય પામ્યાં પછી તમારું મગજ એક જ દિશામાં ગતિ કરતું રહેશે. જ્યારે આવું થઈ જાય છે તો કહેવાય છે કે મંત્ર સિદ્ધ થઈ ગયો. આવા મંત્રને સતત જપવાથી એવું થાય છે. ખરેખર તો, મન જ્યારે મંત્રને આધીન થઈ જાય છે ત્યારે તે સિદ્ધ થવા લાગે છે. હવે સવાલ એ થાય છે કે સિદ્ધ થયા પછી શું થાય છે એટલે કે શું લાભ થાય છે?
મંત્ર જાપ કેમ?
મંત્રથી દેવી-દેવતાને સાધી શકાય છે. મંત્રથી ભૂત-પ્રેતને પણ સાધી શકાય છે અને મંત્રથી કોઈ યક્ષિણી અને યક્ષને પણ સાધી શકાય છે. ’મંત્રસાધના’ ભૌતિક સમસ્યાઓનો આધ્યાત્મિક ઉપચાર છે. જો તમારા જીવનમાં કોઈ પ્રકારની સમસ્યા અથવા પ્રોબ્લેમ હોય છે તો તે સમસ્યાને મંત્રજાપનાં માધ્યમથી દૂર કરી શકો છો. મંત્ર દ્વારા આપણે પોતાનાં મન અને મસ્તિષ્કનાં ખરાબ વિચારોથી દૂર રહી તેને નવાં અને સારા વિચારોમાં બદલી શકીએ છીએ.
કોઈ મંત્ર, ભગવાનનું નામ અથવા શ્લોકનો જાપ કરવો તે હિન્દુ ધર્મમાં વૈદિક કાળથી પ્રચલિત રહ્યું છે. જાપ-સાધનામાં મંત્રોની નિશ્ચિત સંખ્યા હોય છે. એટલે જાપમાં ગણતરી જરૂરી છે. જાપ ગણતરીની માળાનો ઉપયોગ કરવામાં આવે છે. હિન્દુ શાસ્ત્રમાં જાપ કરવાની રીતો અને મહત્વને બતાવવામાં આવ્યું છે. કહેવાય છે કે બોદ્ધ ધર્મને કારણે હવે આ પરંપરા અરબ અને યૂનાનમાં પણ પ્રચલિત થઈ છે.
3. માળા નિયમ
જાપ કરતી વખતે માળા ફરેવવામાં આવે છે જેથી જાપ કરવાની સંખ્યા ખબર પડે છે. જાપ કરવાની માળામાં 108 મણકાઓ હોય છે. જે માળાથી જાપ કરો, તેજમણી હાથમાં રાખવી જોઈએ. જાપ કરતી વખતે માળાને ભૂમિ પર સ્પર્શ ન થવી જોઈએ.
માળાનાં પ્રકાર
રક્ત ચંદન, લાલ ચંદન, મૂંગા, સ્ફટિક, રૂદ્રાક્ષ, કાષ્ઠ, તુલસી, મોતી, કિંમતી પત્થર અને કમળના મણકા જેવા અનેક પ્રકારની માળા હોય છે. જેવી-જેવી કામનાઓ તે પ્રમાણે માળા પસંદગી કરવાની હોય છે.