વાસ્તુ દોષથી છો પરેશાન, તો દિવાલ પર લગાવો આ 4 અક્ષર
જે ઘરમાં વાસ્તુદોષ હોય છે, ત્યાં રહેનાર વ્યક્તિના સ્વાસ્થ્યની સાથો સાથ તેમની ઉંમર, કરિયર તેમજ દરેક જગ્યા પર તેનો પ્રભાવ પડે છે. એવા વાસ્તુદોષથી બચવા માટે ઘરના મેન ગેટની જમણી તરફ કેળાનું ઝાડ તેમજ ડાબી બાજુ તુલસીનો છોડ ઉગાડો. જો બહાર આ છોડ ઉગાડવો શક્ય ન હોય તો વાસ્તુશાસ્ત્રમાં કેટલાક એવા અક્ષર જણાવામાં આવ્યાં છે, જેને યોગ્ય જગ્યા પર લખવા માત્રથી વાસ્તુદોષ દુર થઇ શકે છે.
ઘરનો ઉત્તર ભાગ વાસ્તુ દોષથી પીડિત છે તો આ દિશામાં એક સાદા કાગળ પર ‘અ’ લખીને ચોટાળી દો.
દક્ષિણ દિશામાં સામેલ વાસ્તુ દોષ દુર કરવા માટે આ દિશામાં ‘મ’ અક્ષર લખીને લગાવી દો.
પૂર્વ દિશામાં સામેલ વાસ્તુ દોષ દુર કરવા માટે આ દિશામાં ‘ચંન્દ્ર બિન્દુ’ લખીને લગાવી દો.
પશ્વિમ દિશામાં સામેલ વાસ્તુ દોષ દુર કરવા માટે આ દિશામાં ‘ऊँ’ લખીને ચીપકાવી દો.