અસત્યના, અધર્મના કે દુરાચારીઓના પક્ષનું સૈન્ય હંમેશ વિશાળ જ હોય છે,
જ્યારે સત્ય, ધર્મ કે સદાચારના પક્ષનું સૈન્ય નાનું જ હોય છે.
પરન્તુ અનેક મુશીબતોના અન્તે પણ વિજય તો સત્યનો જ થવાનો છે તે નિશ્ચિત છે.
બેશક યુધ્ધ ધર્મ અને અધર્મ વચ્ચે થવાનું હોય પરન્તુ આખરે યુધ્ધ તો યુધ્ધ જ છે.ખુવારી તો બન્ને પક્ષે થવાની છે.