આ નુસ્ખાઓ પણ છે ધન માટે રામબાણ ઉપાય, અજમાવી જુઓ
જ્યોતિષશાસ્ત્રએ ભવિષ્યને દર્શાવતું અગાધ જ્ઞાન છે. જેમાં ગ્રહો ઉપરાંત અનેક એવી બાબતો અને નૂસ્ખાઓનો સમાવેશ થાય છે કે જેના વડે જીવનની નાની મોટી સમસ્યાઓ ચપટી વગાડતામાં દૂર થઈ જાય છે. જો તમે ધન સંબંધી કેટલીક સમસ્યાઓથી પીડાતા હોય તો આ નૂસ્ખાઓ તમારા માટે રામબાણ ઉપાય સાબિત થઈ શકે છે. એટલુંજ નહિં તમારી ધનની સમસ્યાની સાથે સાથે રોગ, માનસિક ચિંતા, શારીરિક પીડા પણ છૂ થઈ જશે. ઘરમાં અન્ન-ધન, સુખ-શાંતિ અને બરકત હંમેશા ટકી રહે છે.
મહત્વપૂર્ણ નૂસ્ખાઓ કે જે આપે છે ધનલાભ
– સવારે ઉઠીને મુખ્ય દરવાજાની બહારથી સફાઈ કરીને એક ગ્લાસ પાણી છાંટી દો. તેનથી ઘરમાં બરકત થાય છે. બેંક અને ખિસ્સામાં રૂપિયા ઝડપથી વધવા માંડે છે.
– આસોપાલવના મૂળમાંથી એક ટુકડો ઘરે લાવી તેને મંદિરમાં રાખી રોજ તેની પૂજા કરવાથી ધનની કમી નથી રહેતી.
– સૂર્યોદયના સમયે જો ઘરની છત પર કાળા તલ વિખેરી દેવામાં આવે તો ઘરમાં સુખ સમૃદ્ધિ કાયમ રહે છે.
– પાણીની ડોલમાં 2 ચમચી મીઠુ નાંખી પોતું મારો. તેનાથી નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે.
જો પતિ પત્ની વચ્ચે ઝગડો થતો હોય તો પૂજા ઘરમાં મંગળ યંત્ર મુકો. સાથે જ રોજ રસોઈ બનાવ્યા પછી ચૂલાને દૂધથી ઠંડો કરો. તેનાથી સંબંધોમાં મઘુરતા આવે છે.
– હંમેશા પૂર્વ કે દક્ષિણ દિશા તરફ માથુ કરીને સૂવો. પૂર્વની તરફ માથુ કરીને સૂવાથી વિદ્યાની પ્રાપ્તિ થાય છે. દક્ષિણ દિશા તરફ મોઢું કરીને સૂવાથી ધન અને આયુષ્યમાં વધારો થાય છે.
– તુલસીના કુંડામાં બીજો કોઈ છોડ ન લગાવશો. તુલસી હંમેશા ઘરની પૂર્વ કે ઉત્તર દિશામાં લગાવો.
– તિજોરીનુ લોકર હંમેશા બે બોક્સમાં મુકો. એકમાં થોડાં રૂપિયા મુકીને બંધ કરો અને તેમાંથી રૂપિયા કાઢશો નહી. બીજા બોક્સમાંથી કામ માટે રૂપિયા કાઢો.
– ઘરમાં તુટેલું ફર્નીચર, વાસણ, કાંચ, ફાટેલા કપડા અને કચરો રહેતો હોય તો તેને ઝડપથી ઘરમાંથી બહાર કાઢવા.