હવે બસ સબર ની મજા લઇ રહી છુ
આજે પ્રિતની આ રીતથી સજા લઇ રહી છુ
થઈતી એક દોસ્તી એની કથા કઇ રહી છુ
હુ મળવા ફરી એ દોસ્તને બેપનાહ થઇ રહી છુ
આવે ઘણી યાદ એ પળો ફરી મને
એને ભુલવા માટેની હુ દવા લઇ રહી છુ
મળીયે ના દોસ્ત જો જનમ મા ફરી
તો આવતા જનમ ની રાહ જોઈ રહી છુ
દોસ્ત તારી દિલ જિગર દોસ્તી ની સજાથી
વિરહની કબરમાય ઘર ની મજા લઈ રહી છુ
ભૂલે ભલે મને તુ હવે આ સફર મા ,પણ
હુ 'રાજલ' ક્ષણે ક્ષણે તારી દોસ્તી યાદ કરી રહી છુ
.. - Rajalba.