મોટાભાગે એવું જ બનતું હોય છે કે અમુક લોકો અમુક સમય દરમિયાન જ પોતાને કંઈક સાબિત કરવાની ઇચ્છા ધરાવે છે . આ ઉત્તરાયણ દરમિયાન ઘણા ખરા લોકો એવો ફેલાવો કરવાની કરશે કે ચાલો આપણે પક્ષીઓ બચાવીએ . ઉત્તરાયણ એક આનંદદાયક ઉત્સવ છે પણ આવા લોકો પોતાને ખરા સાબિત કરવા માટે Save Bird 🐦ના નારાઓ લગાવે છે અને આ જ લોકો રાત્રે ડિનરમાં ચિકન આરોગતા હોય છે . તો શા માટે આવા ખોટા પ્રદર્શન કરે છે? જો તમે ઈચ્છો તો માત્ર ઉત્તરાયણ પર જ નહીં, પરંતુ આડા દિવસો દરમિયાન પણ પક્ષીઓને અને અબોલ પ્રાણીઓ ને બચાવી શકો છો! કેમ ભૂલી જાવ છો?