Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ કામ કરવાથી નારાજ થાય છે ભગવાન ભોલેનાથ, આપે છે કઠોર દંડ

સોમવારનો દિવસ એટલે ભગવાન શિવજીનો દિવસ. કહેવાય છે કે આ દિવસે ભગવાન શિવજીની પૂજા કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. કહેવાય છે કે જો કોઈ ખરા દિલથી ભોલેનાથને યાદ કરે તો તેની તમામ ઇચ્છાઓ ભગવાન ભોલેનાથ પૂર્ણ કરે છે. જોકે મહાદેવને ભયંકર ગુસ્સો પણ આવે છે.

શિવ પુરાણમાં 6 પાપનું વર્ણન કરવામાં આવ્યુ છે કહેવાય છે કે કોઈ આ પાપ કરે તો શિવજી તેના પર કોપાયમાન થાય છે. જો કોઈ ભલા માણસને હેરાન કરે કે કષ્ટ આપે તો ભોલેનાથ આવા માણસને આકરો દંડ ફટકારે છે.

જો તમારા મનમાં કોઈ પ્રત્યે દુર્ભાવના હોય, ઇર્ષા હોય કોઈ માટે તમે ખરાબ વિચારી રહ્યા હો તો ભગવાન ભોલેનાથ તમને ક્યારેય માફ નથી કરતા. કેમકે ભગવાન પાસે કંઈ અજાણ્યુ નથી હોતુ. આવી ભાવના રાખનાર વ્યક્તિથી ભગવાન નારાજ થાય છે.

બીજાની સંપત્તિ પચાવી પાડવાની વૃતિ આવા મનુષ્યને ભગવાન ભોલેનાથ ક્યારેય માફ નથી કરતા. પારકી સ્ત્રી પર ખરાબ નજર નાખનાર, લોભી, કે છળકપટીથી ભગવાન નારાજ રહે છે. ખરાબ રસ્તા પર ચાલનારથી ભોલેનાથ નારાજ થાય છે. આવી વ્યક્તિ પર ભગવાન ભોલેનાથ નારાજ થાય છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111323404
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now