તમારા કાંડા પર બનેલ નિશાન સાથે જોડાયેલ છે ‘આ’ અદ્ભુત રહસ્ય
વ્યક્તિનાં કાંડાની રેખાઓ સાથે તેમનું ભવિષ્ય જોડાયેલું હોય છે. કાંડા પર બનેલ રેખાઓ વ્યક્તિનાં સ્વભાવથી લઇને તેના ભાગ્ય વિશે જણાવે છે. દરેક લોકોનાં કાંડા પર જીવન રેખા, હૃદયની રેખા, મગજની રેખા બનેલ હોય છે અને તેની સાથે કેટલાક ખાસ અક્ષર, કેટલાક નિશાન પણ બનેલા હોય છે, જે શુભ અને અશુભ હોય છે. જેમાનું એક છે માછલીનું નિશાન, જેના હાથ પર પણ આ નિશાન બને છે તે ખુબ જ ભાગ્યશાળી હોય છે. તો જાણો ક્યાંક તમારા હાથનાં કાંડા પર તો નથી બની રહ્યું આ ખાસ નિશાન.
જો તમારા કાંડાની ઉપર કેટલીક એક બીજાને કાપતી માછલી જેવી આકૃતિ બની રહી છે તો તમે ઘણાં જ ભાગયશાળી છો. હસ્તરેખા વિજ્ઞાનમાં આ માછલીનું નિશાન કહેવામાં આવે છે.
માછલી નિશાન તમારા જીવન રેખાની પાસે તમારા કાંડાની તરફ હોય છે. જો આ નિશાન તમારી લગ્નની રેખાની તરફ હોય તો મતલબ તમને અનુમાનથી પણ વધુ સારો જીવન સાથ મળશે.
જે વ્યક્તિના હાથમાં આ નિશાન બને છે, તેને ક્યારે પણ પૈસાની અછત નથી રહેતી. સાથે જ તેઓ ખુબ જ સંવદેનશીલ પણ હોય છે.
ઘણાં ઓછા લોકો એવા હોય છે જેમના હાથમાં સીધી રેખા હોય છે તેવા લોકો સાફ દિલવાળા હોય છે.