હવામાં ન ઊછાળ તારા બોલ
તારી જાતને તું હવે તોલ
આમ કેમ બેઠો રહી કરે વિચાર
ભરવા માંડ પગલા મંજિલ કરે પુકાર
તું ચાલવા લાગ તારા સપના તરફ
એની મેળે મળી જશે તને મારગ
તું સો વાર પડીને બસો વાર ઊભો થજે
તારા ઘાવ પર પાટો તું ખુદ જ બાંધજે
કેમ શોધે કોઈનો સાથ તું ખુદનો સાથી બનજે
પારકી આશ સદા નિરાશ તું એ યાદ રાખજે
ઠોકર વાગે કે કાંટા તું ડગલા ભરતો રહેજે
ઈશ્વર પર રાખ શ્રધ્ધા ને મંજિલ ને પામજે