આપણે બધા જ આ વાતને જાણીએ છીએ કે પૂજન કર્મમાં નારિયેળનું મહત્વપુર્ણ સ્થાન હોય છે. કોઇપણ દેવી-દેવતાની પૂજા નારિયેળ વિના અધૂરી માનવામાં આવે છે. શું તમે જાણો છો કે નારિયેળનું સેવન કરવાથી શારીરિક દુર્બળતા દૂર થાય છે તથા ભગવાનને નારિયેળ અર્પણ કરવાથી ધન સંબંધી સમસ્યાઓ પણ દૂર થઇ જાય છે.
સૌભાગ્યનું પ્રતીક છે નારિયેળઃ-
નારિયેળને શ્રીફળ પણ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, જ્યારે ભગવાન વિષ્ણુએ પૃથ્વી પર અવતાર લીધો ત્યારે તે પોતાની સાથે ત્રણ વસ્તુઓ- લક્ષ્મી, નારિયેળનું વૃક્ષ તથા કામધેનું લઇને આવ્યા હતાં. આ માટે જ નારિયેળના વૃક્ષને કલ્પવૃક્ષ પણ કહેવામાં આવે છે. નારિયેળમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવતાઓનો વાસ માનવામાં આવે છે. શ્રીફળ ભગવાન શિવનું પરમ પ્રિય ફળ છે. નારિયેળમાં બનેલી ત્રણ આંખને ત્રિનેત્ર સ્વરૂપે જોવામાં આવે છે.
નારિયેળ વિશે એક જરૂરી પરંપરા એ છે કે, સ્ત્રિઓ નારિયેળ નથી વધેરી શકતી. આ પરંપરા પાછળનું રહસ્ય શું છે. આ લેખમાં જણાવીશું નારિયેળ સાથે જોડાયેલી આવી જ પરંપરા અને તેનું મહત્વ....
કેમ સ્ત્રીઓ નારિયેળને વધેરી શકતી નથીઃ-
આ પણ એક તથ્ય છે કે મહિલાઓ નારિયેળ વધાવી શકતી નથી. નારિયેળ બીજ સ્વરૂપ છે, માટે જ તેને ઉત્પાદન ક્ષમતા સાથે જોડવામાં આવ્યું છે. સ્ત્રિઓ પ્રજનનની કારક છે અને આ જ કારણે સ્ત્રિઓ માટે બીજ સ્વરૂપ નારિયેળને વધેરવું કે ફોડવું વર્જિત કરવામાં આવ્યું છે. દેવી-દેવતાઓને શ્રીફળ અર્પણ કર્યા પછી પુરૂષો જ તેને વધાવી શકે છે. નારિયેળથી નીકળતા જળથી ભગવાનની પ્રતિમાને અભિષેક પણ કરવામાં આવે છે.
બલિનું પ્રતીકઃ-
મોટાભાગે નારિયેળને વધેરીને જ દેવી-દેવતાઓને અર્પણ કરવામાં આવે છે. દેવતાઓને ખુશ કરવા માટે બલિ આપવાની પરંપરા હતી, જ્યારે આ પરંપરા પર કાનૂની રોક લગાવવામાં આવી તો લોકોએ નારિયેળને બલિનો બકરો બનાવી લીધું.
સન્માનનું સૂચક છે નારિયેળઃ-
શ્રીફળ શુભ, સમૃદ્ધિ, સન્માન, ઉન્નતિ અને સૌભાગ્યનું સૂચક છે. સન્માન કરવા માટે શાલની સાથે શ્રીફળ પણ આપવામાં આવે છે. સામાજિક રીતિ-રિવાજોમાં પણ નારિયેળ ભેટ કરવાની પરંપરા છે. જેમ કે વિદાય સમયે તિલક કરીને નારિયેળ અને ધનરાશિ ભેટ કરવામાં આવે છે. રક્ષાબંધન પર બહેન ભાઇને રાખડી બાંધીનેો નારિયેળ ભેટ કરે છે અને રક્ષાનું વચન લે છે.
નારિયેળથી શીખવુઃ-
નારિયેળ ઉપરથી જેટલું સખ્ત હોય છે તેટલું જ અંદરથી નરમ હોય છે. આપણે પણ જીવનમાં નારિયેળની જેમ જ બહારથી કઠોર અને અંદરથી નરમ અને મધૂર સ્વભાવ બનાવવો જોઇએ.
- નારિયેળની તાસીર ઠંડી હોય છે.
- તાજું નારિયેળ કેલોરીથી ભરપૂર હોય છે. જેમાં અનેક પોષક તત્વો હોય છે.
- નારિયેળની કોમળ દાંડીમાંથી જે રસ નીકળે છે તેને નીરો કહેવામાં આવે છે જે ખૂબ જ રસદાર પીણું માનવામાં આવે છે.
-નારિયેળના પાણીમાં મુશ્કેલીથી પચતાં, વાતશોધક, વિષ્ટામ્ભી, પુષ્ટાકારક, બળવર્ધક અને વાત-પિત્ત અને લોહીવિકાર નાશક તત્વો હોય છે.
ઉત્તમ ઔષધીઃ-
-જે બાળકોને દૂધ પચતું નથી તેવા બાળકોને દૂધની સાથે નારિયેળ પાણી મિક્સ કરીને પીવડાવવું જોઇએ.
-બાળકોને ડિ-હાઇડ્રેશન થયું હોય તો નારિયેળ પાણીમાં લીબુંનો રસ મિક્સ કરીને પીવડાવવું જોઇએ.
-
નારિયેળનું કોપરું ખાવાથી કામશક્તિ વધે છે.
-મિશ્રીની સાથે નારિયેળનું સેવન કરવાથી ગર્ભવતી સ્ત્રીની શારિરીક દુર્બળતા દૂર થાય છે તથા સુંદર બાળકનો જન્મ થાય છે.
-સૂકાયેલું કોપરું ખાવાથી આંખ સંબંધી સમસ્યા દૂર થાય છે અને આંખના તેજમાં વધારો થાય છે.
-પોષ, માહ અને ફાગણ મહિનામાં નિયમિત સવારે કોપરું અને ગોળ ખાવાથી શક્તિમાંબવૃદ્ધિ થાય છે અને શારિરીક દૂર્બળતા દૂર થાય છે.