*અનુકરણ* લેખ... ૮-૧-૨૦૨૦
આવો આપણે મળી ને એક પહેલ કરીએ.....એ માટે લેખક કે કોઈ પણ વ્યક્તિ હોય એણે પહેલ પોતાના ઘરથી જ કરી ને સમાજમાં દાખલો બેસાડવો પડે....
ખાલી લખવા કે વંચાવાથી કોઈ નહીં સમજે....
મરણ પછી ના જમણવાર નો ખોટો ખર્ચ...
લગ્ન માં પહેરામણી આપવી...
અંધશ્રદ્ધા માં માનવું..
છૂત અછૂત નો ભેદભાવ...
દેખાદેખી કરી ખોટા રિવાજો માટે ખર્ચ...
આ બધું બંધ થવું જોઈએ.... મેં તો મારા ઘરમાં આવાં ખોટા કુરિવાજો અને માન્યતાઓ ને તિલાંજલિ આપી છે.... કુટુંબના વિરોધ કરે છે પણ હું અને અડગ છું...
મને માન છે આપણાં દેશના ધનાઢ્ય વેપારી વિપ્રો કંપની ના અજીત પ્રેમજી જેમણે એમનાં છોકરાનાં લગ્ન સાદાઈથી કર્યા....
અને હાલમાં પણ એ નવી ગાડી નથી ખરીદતા પણ સેકન્ડમાં જ ગાડી વસાવે છે એ પણ જરુરીયાત ના લીધે...
તો આવાં મોટા વેપારી આવું કરતા હોય તો આ સરદાર વલ્લભભાઈ પટેલ ના ગુજરાતી ઓ એ પણ સાદગી માં રહેવું જોઈએ અને ખોટી માન્યતાઓ અને ખોટાં દેખાડા થી દૂર રહેવું જોઈએ...
શુભ દિન...
જય શ્રી કૃષ્ણ ..
ભાવના ભટ્ટ અમદાવાદ...