Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અચાનક ધન લાભ મેળવવો હોય તો કરો, કાળા મરીનો ચમત્કારી ઉપાય

આજના સમયમાં બહુ ઓછા લોકો હોય છે જે પોતાના ધન સંબંધી વિષયોમાં સંતુષ્ટ હોય છે. ધન માટે સખત મહેનત તો બધાં કરે છે પરંતુ અમુક લોકો જ પોતાની મહેનત મુજબ પરિણામ મેળવી શકે છે. ધનની કમીને પાછળ અનેક કારણો હોઈ શકે છે. આ કારણોમાં જન્મકુંડળીના ગ્રહ દોષ પણ હોઈ શકે છે. દો તમે પણ જન્મકુંડળીના દોષનું નિવારણ ઈચ્છો છો તો અહીં તમારા માટે કેટલાક ખાસ ઉપાય બતાયા છે. આ ઉપાય કરવાથી તમારા કાર્યોમાં ચમત્કારી રીતે સકારાત્મક ફળ પ્રાપ્ત કરી શકશો.

જ્યોતિષીય ઉપાય સામાન્ય અને નાની-નાની વસ્તુઓથી પણ થઈ શકે છે. આ વસ્તુઓમાં કાળી મરી મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ જો કોઈ વ્યક્તિની કુંડળીમાં કોઈ ગ્રહ દોષ હોય તો તે ધન સંબંધી મામલાઓમાં પણ સફળતા પ્રાપ્ત કરી શકતો નથી. ગ્રહ દોષને કારણે જ તેને સુખ મળતું નથી. જો યોગ્ય જ્યોતિષીય ઉપચાર કર્યો તો વ્યક્તિ પૈસાની પરેશાનીઓથી છુટકારો મેળવી શકે છે.

જાણો કાળી મરીના ઉપાય જે તમારા ખરાબ સમયમાં તમારો સાથ આપશે........

જ્યોતિષના અલગ-અલગ ઉપાયોમાં વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી આજે અહીં કાળા મરીનો ચમત્કારી ઉપાય જાણો-

જો તમે માલામાલ બનવા માગો છો તો કાળી મરીના પાંચ દાણાનો ઉપાય કરવો. ઉપાય મુજબ કાળી મરી પાંચ દાણા લેવા અને તેને પોતાના માથા પરથી સાતવાર વારી લેવું. ત્યારબાદ કોઈ ચાર રસ્તા પર ઉભા રહીને અથવા કોઈ એકાંત સ્થાન પર ચાર મરીના દાણા ચાર દિશામાં નાખી દેવા. ત્યારબાદ પાંચમા દાણાને ઉપર આસમાનમાં ફેંકી દેવું. ત્યારબાદ પાછળ જોયા વિના ઘરે પરત આવવું.

આ એક એવો ટોટકો છે જેના વિશે એવું માનવામાં આવે છે કે જે કોઈ વ્યક્તિ આ ઉપાય કરે છે તેના માટે અચાનક ધન પ્રાપ્તિનો યોગ બને છે.

આવા ટોટકા માત્ર શ્રદ્ધા અને વિશ્વાસ પર જ કામ કરે છે. જો મનમાં શંકા હશે તો આ ટોટકો નિષ્ફળ થઈ જશે. આ સાથે આ ઉપાયને કોઈની સામે જાહેર પણ ન કરવું જોઈએ. જ્યારે પણ આ ઉપાય કરવો, ગુપ્ત રીતે કરવો અને કોઈને જણાવવું નહીં.

આ ઉપાય કરવાથી અનેક લાભ પ્રાપ્ત થાય છે. જેમ કે કોઈની ખરાબ નજરને કારણે તમારી આર્થિક સ્થિતિ પ્રભાવિત થઈ રહી હોય તો તે દોષ પણ દૂર થાય છે. આ ઉપાયથી ખરાબ નજર પણ ઉતરી જાય છે. આ સાથે જ જો કોઈ નકારાત્મક શક્તિને કારણે પરેશાની આવી રહી હોય તો તે શક્તિઓનો પ્રભાવ પણ દૂર થઈ જાય છે.

આગળ જાણો કાળી મરીના અન્ય ઉપાય.....

વ્યવસાયમાં ધન લાભ માટે લીંબૂ અને કાળી મરીનો ઉપાય

રવિવારના દિવસે બપોરના સમયે પાંચ લીંબૂ કાપી વ્યવસાય સ્થળ પર રાખવું, એની સાથે એક મુઠ્ઠી કાળી મુરી, એક મુઠ્ઠી પીળી સરસો પર રાખવું. આગલા દિવસે જ્યારે દુકાન અથવા વ્યવસાય સ્થળ ખોલો ત્યારે આ બધું લઈને કોઈ એકાંત સ્થાન પર જઈને આ વસ્તુઓ ખાડો ખોદીને દાટી દેવી. આ ઉપાય કરવાથી તમારો વ્યવસાય ચાલવા લાગશે અને જો કોઈની ખરાબ નજર લાગી હશે તે પણ દૂર થશે.

દીવો અને કાળી મરીનો ઉપાય

જે લોકો ધન સંબંધી પરેશાનીનો સામનો કરી રહ્યા છે તો તેઓ સાંજના સમયે ઘરના મુખ્ય દ્વારની બહાર સરસિયાના તેલનો દીવો પ્રગટાવવો. દીવો રસ્તા વચ્ચે ન રાખવો. જેથી કોઈનો પગ લાગે નહીં. દીવામાં કાળી મરીના બે દાણા અચૂક નાખવા. આ ઉપાય દરરોજ અથવા ખાસ યોગ,મૂહુર્તમાં અને પર્વ પર કરવો.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111319391
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now