Gujarati Quote in News by બાબા સત્સંગી

News quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બાળકોના મૃત્યુ ની વાત ઉત્તરપ્રેદશ હોય રાજસ્થાન હોય કે પછી ગુજરાત માં હોય આ સવાલ ઉપર કદીયે સાચા મુદ્દે ચર્ચા થતી જ નથી
આ મુદ્દે યુપી ની ઘટનાથી રાજસ્થાન નો બચાવ અને રાજસ્થાનની ઘટનાથી ગુજરાત નો બચાવ કરવાના પ્રયત્નોથી વિશેશ કસુ જ નથી થતું

પણ આ રાજકીય ચરચાઓ માં આપણે બેઝિક સવાલો ને ભુલી જઈએ છીએ કે પછી આપણ ને બેઝિક સવાલો ભુલવાડી દેવામાં આવ્યા છે

(૧) વિકાસની આટલી મોટી વાતો અને ગરીબી દુર કરવાના મોટામોટા દાવાઓ પછી પણ બાળકોમાં કુપોષણ નું આટલુ બધુ પ્રમાણ શું સુચવે છે ?
એવુ તો નથીને કે આપણને કહેવામાં આવતી વિકાસની વાતો જુઠ્ઠી તો નથી ને ?

(૨) દેશના તમામ રાજ્યોમાં આરોગ્ય સેવાઓનું જે માળખુ બનેલું છે તે લગભગ ૧૯૭૦ થી ૧૯૯૦ ના સમયગાળામાં જ બનેલુ છે ( અહી દિલ્હીને અપવાદ ગણવું )
૧૯૯૦ પછી જાહેર આરોગ્યના આ માળખાના કામોમાં રિનોવેશન સિવાય ભાગ્યે જ કોઈ કામગીરી થઈ હશે .....

૧૯૯૦ પછીના વર્ષોમાં ક્યા રાજ્યોમાં કેટલા નવા સરકારી દવાખાનાઓ અને હોસ્પિટલો બનાવવામાં આવી એના આંકડા કોઈ પાસે હોય તો જણાવી શકે

હકીકતે વધતી જતી વસ્તીની જરૂરિયાતો ને પહોચી વળવા માટે દરેક તાલુકાદીઠ એક મોટી મલ્ટીસ્પેશિયાલીટી સરકારી હોસ્પિટલ હોવી જોઈએ જ્યાં તમામ રોગોની સારવાર ઓપરેશન રિપોટો અને દવાઓ નિશુલ્ક કે વાજબી ભાવે થઈ શકે

આવુ ના થાય ત્યાં સુધી તારા ઝભ્ભા કરતાં મારો ઝભ્ભા પર ઓછા દાગ છે એમ માની ને જ મન મનાવવું રહ્યું .

Gujarati News by બાબા સત્સંગી : 111319095
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now