આ સાત ઉપાયો વધારે છે આર્થિક સદ્ધરતા,
ઘરમાં જો તમે નાણાંકિય તકલીફોથી પીડાતા હોય અને મહેનત છતાં સફળ ન નિવડતાં હોય તો તમારે મહેનત, લગનની સાથે સાથે કેટલાંક ઉપાયો કરવા જોઈએ. ઘણીવાર ઘરનું વાસ્તુ પણ વ્યક્તિના જીવનમાં અનેક અવરોધો ઉભા કરે છે. તમે તમારા ઘરનું વાસ્તુ તપાસો, તેમાં કોઈ દોષ હોય તેને સત્વરે દૂર કરો. ઘરનું વાસ્તુ કેવું હોવું જોઈએ અને કેવા દોષો હોય તો મુશ્કેલીઓ આવે છે તે કેવી રીતે દૂર કરવી જોઈએ તે જાણો અહિં…
1. ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ રહેતો હોય
જો ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ કે સંચરણ થતું હોય તો તમારે એક ખાસ ઉપાય કરવો જોઈએ. એ છે નિત્ય પૂજા. ઘરમાં જો નિયમિત પણે મંત્રોનું ઉચ્ચારણ થતું હોય તો તેના થકી નકારાત્મક ઉર્જાને બહાર ભગાડી શકાય છે. સકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશે છે. મંત્રો મનમાં ન બોલતા થોડું મોટેથી બોલીને પૂજા કરવાથી તેના તરંગો ઘરના વાતાવરણને શુભ અને સકારાત્મક બનાવે છે. માટે નિયમિત રીતે નિત્ય પૂજા કરો. નિશ્રિત પણે જ ચમત્કારીક પરિણામો જોવા મળશે.
2. જો ઘરમાં આવી પેન્ટિંગ હોય તો હટાવી લો
જો તમે ઘરમાં કોઈ એવો વોલપીસ લગાવ્યો હોય કે જે મન પર વિપરિત અસરો પેદા કરે તો તરત જ હટાવી લો. ઘરમાં અસ્ત્ર-શસ્ત્ર કે ડૂબતુ જહાજ કે રડતી સ્ત્રી કે બાળક વિગેરેના વોલપીસ મનમાં એક ઉદાસીને જન્મ આપે છે. તેનાથી મન થાક અનુભવે છે. જે તમારા જીવન પર નકારાત્મક અસરો પેદા કરે છે. આવા વોલપીસને હટાવી લો.. ત્યાં ઉગતો સૂર્ય કે થનગનતા ઘોડાં વિગેરેના ચિત્ર લગાવવાથી મન પ્રફૂલ્લિતતા અનુભવે છે.
3. ઘરમાં ઓછામાં ઓછા ત્રણ વર્ષે એક મોટી પૂજા કરો
ઘરમાં ઓછામાં ઓછા દર ત્રણ વર્ષે હોમ હવન થાય તો ઘરના તમામ દોષો દૂર થાય છે અને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. આથી ઘરમાં દર ત્રણ વર્ષે ગણેશ પૂજા, નવગ્રહ શાંતિ યજ્ઞ, ગાયત્રી યજ્ઞ કે ચંડી યજ્ઞ કે વિષ્ણુયાગ કરવો જોઈએ. આમ કરવાથી અનેક રીતે શુભ ફળની પ્રાપ્તિ થાય છે. ઈશ્વરના આશીર્વાદ સદૈવ ઘર અને પરિવાર પર રહે છે.
4. ઘરમાં એક પાત્રમાં મીઠું એટલે કે નમક રાખો
ઘરમાં એક ખૂણામાં એક પાત્રમાં મીઠું રાખો. મીઠું નાંખીને પોતા કરો. અનેક સૂક્ષ્મ જીવોના નાશ સાથે નકારાત્મકતાને પણ તે શોષી લે છે.
5. ઘરમાં રોજ સવાર સાંજ દંડવત પ્રણામ કરો
ઘરમાં રોજ સવાર સાંજ દંડવત પ્રણામ કરવાથી સ્વાસ્થ્ય લાભ મળે છે. તે વ્યક્તિને વધું સ્વસ્થ અને સ્ફૂર્તિલુ બનાવે છે. આ એક પ્રકારનો યોગા છે. રોજ દંડવત કરવાથી શરીરના તમામ અવયવોને વ્યાયામ મળે છે. તમે પૂજા સ્થાનમાં કે માતાપિતાને નમન કરવામાં કે પછી સૂર્ય નમસ્કાર કરવામાં દંડવત કરી શકો છો. આ તમારા સ્વાસ્થ્ય માટે અતિ શુભ પરિણામ લાવનારું નિવડશે. જો ન કરતાં હોય તો નવા વર્ષે શરૂઆત કરી દો.
6. રસોડાંમાં ન રાખો આ વસ્તુઓ
રસોડું હમેઁશા સાફ સુથુરુ રાખો. ત્યાં કોઈ એવી ચીજો ન મૂકો જેથી જર્મ્સ ફેલાય કે નકારાત્મકતા ફેલાય. જો તમને દવા રસોડાંમાં રાખવાની આદત હોય તો તેને ત્વરિત બદલી નાંખો. તેને અન્ય સ્થળે મૂકો. દર્દી સાથે જોડાંયેલો કોઈ સામાન રસોડાંમાં મૂકવો ન જોઈએ.
7. આ ઉપાય પણ દૂર કરે છે અનેક દોષ
ઘરમાં લીંબું લટકાવવાથી ઘરમાં રસ-કસ રહે છે. જો તમને લીંબુ લટકાવવા ન ગમતાં હોય તો એક ગ્લાસમાં પાણીમાં લીંબુ ડૂબાડીને પણ મુકી શકો છો. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનું સંચરણ થશે.