Gujarati Quote in Poem by Armin Dutia Motashaw

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ક્યાં સુધી

 હતી એક જવાન , નાજુક  નમણી , અતિ સુંદર ગોરી ગોરી બાળા


નિર્દોષ ઝીલ જેવા નૈન, નકશીદાર નાક, પરવાળા હોઠ, દાંત હતા માનો મોતી ની માળા.


સદા હસતી, ખિલખિલાતિ ; હતી માનો એ,  એ કોમળ ધૂપ કે ચંદ્ર નું સ્વરૂપ


હૃદય સ્પરશી જાય , તન મન ખુશાલ થાય, એવું મોહક હતું એનું રૂપ .


જીવન માં એના , વાદળ છાયા હતાં કાળા ડીબાંગ, ભયાનક ,  ઘનઘોર


એટલે, કમનસીબે પતિ મળ્યો બિચારી ને, જે હતો કજિયાખોર. 


લોકોમાં ભેલાતા હવે એ થોડી અચકાઈ, સંકોચાઈ ; અને શરમાઈ 


ચૂપચાપ સહન કરતી હતી એ, આં દર્દ ; હસતું મુખડું હવે ગયું સાઉં કરમાઈ 


દર્દ હતું એવું કે એનાથી કોઈ ને કેહવાય નહિ અને સેહવાય પણ નહિ ;


 કહે તો કહે કોણે; બધી પીડા બિચારી કોમળ બાળાએ એકલે હાથે સહી.


પીડાથી થયું મન નીરસ, હૃદય ગયું ભાંગી એને આંખો થઈ ગઈ ઉદાસ


કરમાયલા મુખની ઉદાસી છુપાવવા એ ખોટું હસી લેતી, જાણે કરતી હોય ઉપહાસ.


ધીરે ધીરે એનો થયો દયાજનક હાલ, હતી એ સાઉ એકલી; દુઃખ નો ઘૂંટડો પિતિ ગઈ


થોડી થોડી એ રોજ, વીણા વાંકે મરતી ગઈ; નીરસ જીવન જીવતી ગઈ.


ક્યાં ગઈ એ ખિલખિલાટ હસતી બાળા; આં નવી વ્યક્તિથી કેટલું દુઃખ સેહવાય !


પૂછતી રહી પોતાની જાતને, શું આં પીડા જનક જીવનને જ જીવન કહેવાય ???


Armin Dutia Motashaw

Gujarati Poem by Armin Dutia Motashaw : 111316979
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now