Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઘરમાં નેગેટિવ એનર્જીની અસર હોય તો રોજ સવાર-સાંજ છાંટવું ગંગાજળ અને ગૌમૂત્ર

હિન્દુ ધર્મમાં ગાયને પવિત્ર માનવમાં આવે છે. ગ્રંથો મુજબ ગાયમાં અનેક દેવી દેવતાઓ નિવાસ કરે છે તેથી તેના છાણ અને મૂત્રને પવિત્ર માનવમાં આવે છે. મહાભારત મુજબ ગાયના છાણ અને મૂત્રમાં દેવી લક્ષ્મી નિવાસ કરે છે. એટલા માટે પૂજાપાઠમાં પણ ગાયના છાણ અને મૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં સમસ્યાઓના સમાધાન માટે પણ ગૌમૂત્રના ઉપાય જણાવવામાં આવ્યા છે.

1. વાસ્તુની દ્રષ્ટિએ જો કોઈ ઘરમાં નેગેટિવ એનર્જી છે અથવા ખરાબ શક્તિનિ અસર છે તો તે ઘરમાં સવાર સાંજ ગંગાજળમાં ગૌમૂત્ર મેળવીને છંટકાવ કરવાથી નેગેટિવ એનર્જી દૂર થાય છે.

2. ઘરમાં વાસ્તુ દોષ કે બીજા કોઈની નજર લાગી હોય તો પણ ગૌમૂત્રનો છંટકાવ કરવાથી સમસ્યાનું સમાધાન થાય છે.

3. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં રાહુ અશુભ સ્થાન ઉપર હોય તો રોજ પાણીમાં ગૌમૂત્રના થોડા ટીપાં ઉમેરીના નહાવું જોઈએ. આનાથી રાહુના દોષ ઓછા થઈ જાય છે.

4. જો કોઈ વ્યક્તિ ઉપર ખરાબ શક્તિની અસર છે તો તેના પર ગૌમૂત્ર છાંટવું જોઈએ અથવા તેને ગૌમૂત્રનું તિલક કરવું જોઈએ.

5. નવા ઘરમાં પ્રવેશ કરતા પહેલા ત્યાં ગૌમૂત્રનો છંટકાવ કરવો જોઈએ, તેનાથી તમામ પ્રકારના દોષનું નિવારણ થાય છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111315678
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now