જ્યારે બધું મૂકી શુન્ય બની જાયે બધી ઈચ્છા અંદર ની અપેક્ષાઓ ત્યાગી દયે ને ત્યારે જ ઈશ્વર સાચો માર્ગ બતાવે છે.
હજારો માંથી અમુક લોકોને પોતાના જીવન નો સાચો અર્થ ખબર હોય છે. માણસ પોતાનું ભાગ્ય જરૂર બદલી શકે છે પરંતુ નિયતિ ક્યારેય બદલી શકતો નથી. અહીં બધું પરિવર્તનશીલ છે. નિત્ય કઈ જ નથી. પ્રકૃતિ માણસને એ દિશામાં જ લઈ જવા પ્રયત્ન કરતી હોય છે જે એની સાચી દીશા હોય છે. પણ માણસને અમુક વસ્તુઓ મુકવી પસંદ નથી હોતી એને પકડી રાખવું જ ગમે છે ચાહે તે સફળતા હોય સબંધ હોય કે life ની એવી સુખદ પળો હોય કે કોઈ દુઃખી પળો હોય બસ વાગોળયે રાખે છે. જીવન એક રસ્તો છે. જેમાં અમુક ગમતી વસ્તુ ક્યારેક પાછળ પણ રહી જતી હોય તો ક્યારેક આપણે પણ રોકાય જતા હોય છે સતત ને સતત વહેતુ રહેવું પડે. શું ખબર આગળ એવી નવી મંજિલો અને નવા અનુભવો મળવાના બાકી હોય.. As it is વાસ્તવિક જે છે એ સ્વીકારી ને જ જીવવામાં મજા છે. નિર્દોષતા થી જે અપનાવી શકે જે પણ બને જીવન માં તો અફસોસ કે ઘૃણા નહીં થાય પોતાના જીવન પ્રત્યે.. So be pure... N flexible. .