વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં કરો આ ખાસ ફેરફાર, થશે અઢળક ફાયદા
ઘરના ઘરની કલ્પના આપણે હંમેશા કરતાં હોઇએ છીએ…આપણે સ્વચ્છ, શણગારેલું ઘર, જ્યાં ખુશીઓ આવે, સભ્યોની વચ્ચે તાલમેલ હોય, ભવિષ્યની હકારાત્મક યોજના હોય, ઉત્સાહ હોય…ખરુંને… પરંતુ ઘરને ઘર બનાવવાનો પ્રયાસ કેટલાક લોકો જ કરે છે. નવું વર્ષ આવતા જ પોતાના માટે સંકલ્પ લે છે, તો પછી ઘર માટે કેમ કોઇ સંકલ્પ લેતા નથી? ઘર માત્ર ઇંટ તેમજ પથ્થરોથી બનાવેલું એક ફ્રેમ ન હોવી જોઇએ, પરંતુ તેની સાથે આત્મ સંબંધ પણ હોવો જોઇએ.
ચાણક્યે પોતાના નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે જ્યાં મુર્ખાઓની પ્રશંસા થતી નથી, અનાજને યોગ્ય રીતે સાચવવામાં આવે છે, પતિ-પત્નીમાં ઝઘડા ન થાય, ત્યાં ભાગ્યની દેવી ‘શ્રી’ વાસ કરે છે. વર્ષ 2018નો પ્રારંભ થવા જઇ રહ્યો છે, તો કેમ આપણે ઘરને મજબૂત, સ્વચ્છ અને સુંદર બનાવવાની સાથે, પરિવારના સભ્યો માટે કઇંક કરીએ. આપણાં પ્રિય જે આપણાથી ખૂબ જ દૂર જતા રહ્યા છે, જે આપણી સાથે છે, દરેકના જીવન માટે સકારાત્મક સંકલ્પ લે. ઘર અને તેના સભ્યોના મધ્ય સંબંધનો ભાવ વિકસિત કરે.
ખાસ ધ્યાન રાખો કે દિવાલો પર પડેલી તિરાડો, જાળા, તૂટેલી બારી તમારા મનને પ્રતિબિબિંત કરે છે. આથી સૌથી પહેલા તિરાડો પુરાવો. તૂટેલી બારીઓ રીપેર કરાવો. સામર્થ્ય પ્રમાણે, ઘરમાં રંગ- રોગન કરાવો. જો બાળકોનું શિક્ષણ, હોશિયાર, યુવાવસ્થાના વિકાસને સારો રાખવો છે, તો પૂર્વ દિશને વ્યવસ્થિત રાખવાનો સંકલ્પ કરો. અહીં દેવરાજ ઇંન્દ્રનો પ્રભાવ હોય છે. આ દિશામાં મેષ અને વૃષભ રાશિ તથા શુક્રનો પ્રભાવ હોય છે.