Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Shoes Stolen At The Temple Is A Good Sign In Hindu Mythology

મંદિરમાંથી બૂટ-ચંપલ ચોરી થાય તો નિરાશ ન થતા, આ છે તેના શુભ સંકેત!

મંદિરથી બૂટ-ચંપલ ચોરી થવા ખૂબ જ સામન્ય વાત છે. આ ચોરીને રોકવા માટે બધા જ મોટા મંદિરોમાં બૂટ-ચંપલને રાખવા માટે એક અલગથી સુરક્ષિત વ્યવસ્થા રાખવામાં આવે છે. આ વ્યવસ્થા હોવા છતાં પણ ઘણીવાર લોકોના બૂટ-ચંપલ ચોરી થઇ જાય છે. કોઇપણ પ્રકારની ચોરી થવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે, પરંતુ જુની માન્યતાઓ મુજબ બૂટ-ચંપલ ચોરી થવા ખૂબ જ શુભ માનવામાં આવે છે.

જો શનિવારના દિવસે આવી ઘટના બને છે તો શનિ દોષમાં રાહત મળે છે. ઘણા લોકો જે જુની માન્યતાઓને જાણે છે, તે પોતાની ઇચ્છાથી જ દાન સ્વરૂપે મંદિરોની બહાર બૂટ-ચંપલ છોડીનો આવે છે. આ દાન કરવાથી પુણ્યમાં વધારો થાય છે.
પગમાં હોય છે શનિનો વાસઃ-

જ્યોતિષ શાસ્ત્રમાં શનિને ક્રૂર અને કઠોર ગ્રહ માનવામાં આવે છે. શનિ જ્યારે કોઇ વ્યક્તિને વિપરીત ફળ આપે છે તો તેની પાસે કઠોર મહેનત કરાવડાવે છે અને ફળ માત્ર નામ પૂરતું જ પ્રદાન કરે છે. જે લોકોની રાશિ પર સાઢેસાતી અથવા ઢૈય્યા ચાલી રહી હોય છે અથવા કુંડળીમાં શનિ શુભ સ્થાન પર ન હોય તો તેમણે ઘણા પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડે છે.

આપણા શરીરના બધા જ અંગો ગ્રહોથી પ્રભાવિત હોય છે. ત્વચા અને પગમાં શનિનો વાસ માનવામાં આવે છે. પગ અને ત્વચા સાથે સંબંધિત વસ્તુઓ શનિને નિમિત્ત દાન કરવામાં આવે તો ઘણા શુભ ફ પ્રાપ્ત થાય છે. સાથે જ, પગ અને ત્વચા સાથે સંબંધિત બીમારીઓમાં પણ લાભ પ્રાપ્ત થઇ શકે છે.

શનિવારે કારક હોય છે શનિઃ-

શનિવારે કારક ગ્રહ શનિ છે અને આ જ કારણથી આ દિવસે બૂટ-ચંપલ ચોરી થવા પર શનિના અશુભ પ્રભાવોમાં રાહત મળે છે. આ ખૂબ જ જુની માન્યતા છે.

સતત બૂટ-ચંપલ તૂટી જાય તોઃ-

શું તમારી સાથે આ સમસ્યાઓ થાય છે કે બૂટ-ચંપલ ઘણા ઓછા સમયમાં જ તૂટી જાય છે. જ્યોતિષ મુજબ સતત બૂટ-ચંપલ ચોરી થવા અથવા ખોવાઇ જવા પણ શનિના અશુભ હોવાનો સંકેત માનવામાં આવે છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111313343
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now